પાલનપુર : બનાસકાંઠામાં ફરી કરા સાથે આફતનો કમોસમી વરસાદ
- ડીસાના વાસડામાં કરા સાથે વરસાદથી સક્કર ટેટી, તરબૂચના પાકને નુકસાન
- ધાનેરા, ડીસા, થરાદ, અમીરગઢ, પાલનપુર તાલુકામાં ધોધમાર વરસાદ
- ક્યાંક કરા સાથે પણ વરસાદ પડ્યો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે 30 અને 31 માર્ચના રોજ કમોસમી વરસાદ થવાની આગાહી કરી હતી. જેના પગલે જ 30 માર્ચને ગુરુવારના બપોર પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. તેમજ આકાશમાં વાદળો ગોરંભાયા હતા. તેની સાથે જ મેઘગર્જના સાથે વરસાદ પડ્યો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, અમીરગઢ, અંબાજી, દિયોદર, દાંતીવાડા, વાવ અને સુઈગામ સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ભારે તો ક્યાંક હળવો કમોસમી વરસાદ પડ્યો છે.
View this post on Instagram
જેમાં ડીસાના વાસડા ગામમાં કરા સાથે વરસાદ પડતાં સક્કર ટેટી અને તરબૂચ ના પાકને નુકસાન થવા પામ્યું છે. આ કમોસમી વરસાદને પગલે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા અંબાજી સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ડીસા થરાદ હાઇવે રોડ પર ભારે પવન ફૂંકાવાથી નાના કાપરા અને મોટા કાપરા તેમજ ગોઢા ગામ વચ્ચે કેટલાક વૃક્ષો ધરાશયી થયાના અહેવાલ છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ડીસાના વાસડામાં કરા સાથે વરસાદથી સક્કર ટેટી, તરબૂચના પાકને નુકસાન #palanpur #palanpurupdate #rain #rainyday #rain #weather #weatherforecast #RainForecast #gujaratupdates #GujaratWeather #gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/jamwF7ubc0
— Hum Dekhenge News (@humdekhengenews) March 30, 2023
તો માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલું અનાજ પલળી ના જાય તે માટે આપત્તિ વ્યવસ્થાપન વિભાગે અને વિવિધ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને તેમજ વેપારીઓને સાવચેતી રાખવા માટે અગાઉથી જાણ કરવામાં આવી હતી. જ્યારે બનાસકાંઠા જિલ્લા નજીકમાં અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
આ પણ વાંચો : વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં વધુ એક વખત પથ્થરમારો