ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : અંબાજી, ધાનેરા, ડીસાપંથકમાં કમોસમી વરસાદ

Text To Speech
  • પાંથાવાડા,રાણપુર, વાસડા ઉગમણા રાણપુરમાં કરા પડ્યા

પાલનપુર : રાજ્યભરમાં સાયકલોન સિસ્ટમ ડિસ્ટર્બ થતા હવામાન વિભાગની આગાહી મુજબ અનેક ભાગોમાં કરા સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ડીસા પંથકમાં પણ શનિવારે બપોર બાદ અચાનક હવામાન પલટી જતા કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે ડીસાના રાણપુર વચલા વાસ, વાસડા, રાણપુર આથમના વાસ સહિતના ગામોમાં કરા પડ્યા હતા.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વાતાવરણ ડહોળાયેલું છે.જેમાં ગઈકાલે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર,અરવલ્લી જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યા બાદ શનિવારે બપોર બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ અચાનક હવામાન પલટાયું હતું. જેમાં બનાસકાંઠાના ઉત્તર ભાગમાં ડીસા, દાંતીવાડા, ધાનેરા, પાંથાવાડા સહિતના તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

જેમાં ડીસાના રાણપુર વચલાવાસ, રાણપુર આથમના વાસ, વાસણા સહિતના ગામોમાં કરા પણ પડ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા હવામાન પલટા અને વારંવાર થતાં કમોસમી વરસાદથી ખેડૂતોની રવિ સિઝન તો બગડી જ હતી પરંતુ હાલમાં ડીસા પંથકમાં મોટા પાયે તરબૂચ અને ટેટી નું વાવેતર થયેલું છે. જેમાં કમોસમી વરસાદ અને કરા પડવાના કારણે ટેટી અને તરબૂચના પાકમાં કોકડીનો રોગ આવવાની સંભાવના વધી ગઈ છે. જેના હાલમાં ઉછરી રહેલા છોડ સંકોચાઈને મુરઝાઈને નાશ પામે છે. જેથી ખેડૂતોની મહેનત પર ફરીથી વરસાદ એ પાણી ફેરવ્યુ હોય તેવી સ્થિતિ ડીસાપંથકમાં સર્જાય છે.

આ પણ વાંચો : પાલનપુર : બ્રહ્માકુમારીઝ રશિયન ડિવાઇન લાઇફ કલ્ચરલ ગ્રુપ દ્વારા યોજાયો દિવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ

Back to top button