ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : બનાસકાંઠાના બેરોજગાર વિદ્યાસહાયકોની મહેકમ મુજબ જગ્યાઓ વધારવા માગ

Text To Speech
  • કલેક્ટર કચેરીમાં આપ્યું આવેદન પત્ર

પાલનપુર : બનાસકાંઠાના બેરોજગાર ટેટ પાસ ઉમેદવારોએ સોમવારે પાલનપુર ખાતે વિદ્યાસહાયક ભરતીમાં જગ્યા વધારા માટે કલેક્ટર કચેરી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ આવેદન આપી માગણી કરી છે.

કલેક્ટર કચેરી-humdekhengenews
બનાસકાંઠાના બેરોજગાર ટેટ પાસ ઉમેદવારોએ સોમવારે પાલનપુર ખાતે વિદ્યાસહાયક ભરતીમા જગ્યા વધારવા બાબતે કલેક્ટર કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં 15000 થી વધુ જગ્યાઓ ખાલી હોવા છતા હમણા 2600 વિદ્યાસહાયકની ભરતી જાહેર કરેલ છે. મહેકમ મુજબ જગ્યાઓ વધારવી જોઈએ.એક બાજુ જીતુભાઈ વાઘાણીએ તાજેતરમાં 5360ની મંજૂર મહેકમ સામે ભરતી માત્ર 2600 ભરતી આપેલ છે.

આ ભરતીમાં અગાઉ લાગેલા વિદ્યાસહાયક રિપીટ થવાનો ડર સતાવે છે.તો આ ભરતીમા ટેટ પાસ બેરોજગાર ઉમેદવારને ન્યાય મળે એમ નથી. જેથી આ 2600 ની જગ્યાઓમાં વધારો કરી મહેકમ મૂજબ જગ્યાઓ મળે તો ગુજરાતના ટેટ પાસ વિદ્યાસહાયક ઉમેદવારો થોડો ન્યાય મળે એમ છે. ગુજરાતના ટેટ પાસ ઉમેદવારો છેલ્લા 11 મહિનાથી મહેકમ મુજબ ભરતી માટે માંગણી કરી રહ્યા છે. ત્યારે આ 2600 નો ટુકડો આપીને બેરોજગાર ટેટ પાસ ઉમેદવારો સાથે અન્યાય કરેલ છે. તેમ જણાવી મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરને વિદ્યાસહાયકની 2600ની ભરતીમાં મહેકમ મુજબ જગ્યાઓમા તાત્કાલિક વધારો કરવા જણાવ્યું હતું અને જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : ખોટી ડિગ્રી પર નોકરી અને વિદેશ જવામાં સમગ્ર ગુજરાતમાં આ વિસ્તાર છે મોખરે !

Back to top button