ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ધાનેરામાં નશીલા દ્રવ્યો સાથે બે વ્યક્તિ ઝડપાયા

પાલનપુર: બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો છે. જ્યાંથી દારૂ તેમજ નશાકારક દ્રવ્યોની થતી હેરાફેરી અનેકવાર પકડાઈ છે. ત્યારે ધાનેરા તાલુકાની લવારા પોલીસ ચોકી પાસે પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન મોટરસાયકલ ઉપર આવેલા બે શખ્સો પાસેથી નશીલો પદાર્થ મળી આવતા પોલીસે બંને શખ્સોની સહિત કુલ 17 લોકો સામે એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાંથી નશીલા પદાર્થો ઘુસાડવાની દેશ વિરોધી પ્રવૃત્તિ ચાલી રહી છે. દરિયા કિનારા સહિત અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાતમાં નશીલા પદાર્થ ઘુસાડવામાં આવી રહ્યા હોવાના અનેકવાર પર્દાફાશ થયા છે. આ નશીલા પદાર્થ દ્વારા યુવાનોને નશા ના રવાડે ચડાવીને યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસે મગરવા તરફથી બાઈક ઉપર આવી રહેલા બે શખ્સોને લવારા પોલીસ ચોકી પાસે રોકીને તપાસ કરતા ગુજરાતમાં નશીલા પદાર્થ સાથે પકડાઈ ગયા હતા.ઝડપાયા-humdekhengenews

નશાના રવાડે ચડેલા કુલ 17 લોકો સામે ગુનો નોંધાયો

જેમાં ધાનેરા પોલીસ મથકના ભૂરાભાઇ કેવદાભાઈ સ્ટાફ સાથે લવારા ચોકી પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે મગરાવા તરફથી ધાનેરા તરફ બાઈક નંબર જી જે 08 સી ક્યુ 0723 લઈને આવતા બે શખ્સોને શંકાના આધારે રોકાવ્યા હતા. જેમની પૂછપરછ કરતા તેમની પાસેથી રૂ. 1.55 લાખનો 15.500 ગ્રામ જેટલો નશીલો પદાર્થ મળી આવ્યો હતો. જેથી પોલીસે બાઈક ઉપર આવેલા ધાનેરાના હરેશભાઈ ઉર્ફે હચો ડોન ગલચર અને ધાનેરાના માલોતરા ગામના વિશાલગીરી શિવગીરી ગોસ્વામીની અટકાયત કરી હતી. જેમની પાસે રહેલું મોટરસાયકલ તેમજ મોબાઇલ મળીને કુલ રૂપિયા 2.50 લાખનો મુ્દામાલ માલ કબજે કર્યો હતો. અને આ નસીલો પદાર્થ ધાનેરામાં અન્ય 13 લોકોને પણ પીવા માટે આપવાનો હતો. આમ કુલ મળીને 17 લોકો સામે પોલીસે નાર્કોટિક્સ એક્ટ વિરુદ્ધ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ નશીલા પદાર્થને પરીક્ષણ અર્થે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો હતો

નશીલો પદાર્થ રાજસ્થાનથી લવાયો હતો

આ બંને શખ્સો પાસેથી જે નશીલો પદાર્થ મળી આવ્યો હતો, તે રાજસ્થાનના અરેનાય ગામના સુનિલભાઈ લીંબારામ બિસનોઇ એ આપ્યો હતો. જે ધાનેરામાં આવેલા મધુસુદન પ્લાઝામાં અન્ય 13 જણ બેસીને રાત્રે નશીલા પદાર્થનો દમ મારવાના હતા. જેથી કુલ મળીને 17 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો :ધુમ્મસના કારણે અમદાવાદ-માળિયા હાઈવે પર 30થી વધુ વાહનનો થયો અકસ્માત, જુઓ વીડિયો

કોની સામે ગુનો નોંધાયો

(1) હરેશભાઈ ઉર્ફે હચો ડોન નટવરભાઈ ગલચર (રહેવાસી ધાનેરા)
(2) વિશાલગીરી શિવગીરી ગૌસ્વામી (રહેવાસી માલોતરા)
( 3 ) સુનિલભાઈ ઉર્ફે નીંબારામ બિશનોઈ (રહેવાસી અરણાય, રાજસ્થાન)
(4) કેરાજી રાજપુત
(5) તુલસી પકોડીવાળા
(6) દશાભાઈ ઈશાભાઈ લુહાર
(7 ) હિતેશભાઈ સોની
(8 ) શહેઝાદ મોગલ ઉર્ફે સારો આરીફ અબ્દુલ સાંઈ
(10) શ્રવણભાઈ હીરાભાઈ માજીરાણા
(11) મયુરભાઈ સેન
(12) રાજો ઠક્કર
(13) સંજય તગારીયા (તમામ રહેવાસી ધાનેરા)
(14) ઈશ્વર રબારી (રહેવાસી ધાખા)
(15) સેધાભાઈ રાવતાભાઈ માજીરાણા (રહેવાસી થાવર)
(16) રૂપાભાઈ વજીર (રહેવાસી ધાનેરા)
(17) જીગરભાઈ બળવંતભાઈ સોલંકી (રહેવાસી ધાનેરા)

Back to top button