પાલનપુર: ડીસામાં કોરોનાના વધુ બે કેસથી ફફડાટ


- ઝેરડા અને માલગઢ ના બે યુવાનો કોરોનાની ઝપેટમાં
પાલનપુર : ડીસામાં ચાર દિવસમાં વધુ બે કોરોનાના કેસ નોંધાયા છે. ડીસા તાલુકાના ઝેરડા અને માલગઢ ગામના બે યુવાનો કોરોનાની ઝપેટમાં આવી જતા બંનેને હોમઆઇસોલેશન કરાવવામાં આવ્યા છે . ભારતમાંથી હજી કોરોના નાબૂદ થયો નથી તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિધાન બાદ આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે, અને આર ટી પી સી આર અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારે દીધી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે ત્યારે ડીસામાં ચાર દિવસમાં વધુ બે કોરોનાના કેસ નોંધાયા છે. ડીસા તાલુકાના માલગઢ ગામ ઝેરડા ગામના બે યુવાનો ને કોરોના પોઝિટિવ જણાતા બંનેને હોમાઆઇસોલેશન કરાયા છે. તેમજ બંનેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના પણ સેમ્પલ લઈ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ જયંતીની આસ્થાભેર ઉજવણી