ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના ડોલીવાસમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ

Text To Speech
  • થર્ટી ફર્સ્ટની રાતે દારૂ પીધેલાઓને પકડવાની ઝુંબેશમાં પોલીસે ઝડપ્યા

પાલનપુર : ડીસા શહેર દક્ષિણ પોલીસે 31 ડિસેમ્બરે રાત્રે દારૂ પીધેલા શખ્સોને ઝડપવાની રાખેલી ડ્રાઇવમાં રાજસ્થાનના બે શખ્સોને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે બંને સામે આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસા ધરી છે.

31 ડિસેમ્બરે ની ઉજવણી ને લઇ દારૂની રેલમછેલ ન થાય તેમ જ દારૂ પીને ફરતા લોકો દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તે માટે ભુજ રેન્જના પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુચનાથી ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝા ના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પીઆઇ એસ. એ. ગોહિલ અને પી.એસ.આઇ. આર.જે .ચૌધરી સહિતની ટીમે શહેરમાં પેટ્રોલિંગ ગોઠવ્યું હતું .

રાજસ્થાન-humdekhengenews

જેમાં મોડી રાત્રે ડોલી વાસ ઢાળમાં બે શખ્સો શંકાસ્પદ રીતે જતા હોય તેમને પકડી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. આથી પોલીસે તેમની અંગઝડતી કરતા બંને પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ મળી આવી હતી. પિસ્તોલ સાથે ઝડપાયેલા રાજસ્થાનના સાંચોર તાલુકાના વિરોલ મોટી ગામના તનસિંહ ગુલાબસિંહ ચૌહાણ રાજપુત તેમજ રાજસ્થાનના ધોરીમના તાલુકાના ભાવડા ગામના હમીરસિંહ ભવરસિંહ રાઠોડ રાજપુત ની અટકાયત કરી બંનેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વૈભવી મકાનની માગ વધી, જાણો શું છે કારણ

Back to top button