ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : દસ્તાવેજ કરાવતા વ્યક્તિઓ પાસે લાંચ માગનારા સબ રજીસ્ટ્રારના બે કોમ્પ્યુટર ઓપરેટર રૂ.700ની લાંચ લેતા સપડાયા

પાલનપુર: સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરાવવા આવતા અરજદારો પાસેથી લાંચ લેવામાં આવતી હોવાની ફરીયાદના પગલે એસીબી પોલીસે છટકુ ગોઠવી સબ રજિસ્ટ્રાર કચેરીના કરાર આધારીત બે કોમ્પ્યુટર ઓપરેટરોને લાંચ લેતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દસ્તાવેજ કરાવવા આવતા વ્યક્તિઓ પાસેથી રૂ.100 થી 2000ની લાંચ લેવામાં આવતી હતી

પાલનપુર જોરાવર પેલેસમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં લોકો પોતાની પ્રોપર્ટીના દસ્તાવેજ કરાવવા માટે આવતા હોય છે. જેથી કચેરીમાં દસ્તાવેજ કરાવવા માટે આવનાર વ્યક્તિઓ પાસેથી રૂ.100 થી રૂ.2000 સુધીના ગેરકાયદેસર લાંચની માંગણી કરતી હોવાની બૂમ ઉઠી હતી. જેમાં બનાસકાંઠા એસીબી એ દસ્તાવેજ કરાવવા આવેલા વ્યક્તિનો સહકાર લઇ છટકાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં દસ્તાવેજ કરાવવા આવનાર વ્યક્તિ પોતાનો દસ્તાવેજ અંગેની ફાઇલ સાથે મિલ્કત વેચાણનો રજીસ્ટ્રેશન કરાવવા જતા કરાર આધારીત વડગામ તાલુકાના જોઈતા ગામનો કોમ્પ્યુટર ઓપરેટર પદમસિંહ દિપસિંહ ચાવડા એ અરજદાર પાસે રૂ.700 લાંચની માંગણી કરી હતી.

ફરીયાદના પગલે એસીબીએ છટકુ ગોઠવ્યું અને ફસાયા

વ્યક્તિઓ-humdekhengenews

જેથી અરજદારે લાંચના નાણાં આપતા સબ રજિસ્ટ્રાર કચેરીના પાલનપુર તાલુકાના ગોળા ગામના બીજા કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર હર્ષદભાઇ મફતલાલ પરમાર એ લાંચના નાણાં બંને હાથે ગણી પોતાની પાસે રાખ્યા હતા.જેથી એસીબી પી.આઇ. એલ.એસ.ચૌધરીએ ટીમ સાથે સબ રજીસ્ટ્રાર કચેરી પાલનપુર ખાતેથી બંન્ને ઓપરેટરને રૂ.700 ની લાંચ સ્વિકારતા ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી લાંચની રકમ રીકવર કરી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જેના પગલે લાંચીયા કર્મચારી અને અધિકારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.જેનું સુપરવિઝન મદદનીશ નિયામક બોર્ડર એકમ ભૂજના કે.એચ.ગોહિલ કરી રહ્યા છે.

દસ્તાવેજ કરનારા પાસેથી લાંચ માગવાની પ્રથા ઉપર કાબૂ જરૂરી

બનાસકાંઠા જિલ્લામાં તાલુકા મથકોએ આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જમીનો, મકાન તેમજ મોર્ગેજ વગેરેના દસ્તાવેજો ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. અને આ દસ્તાવેજો કરાવવા આવતા અરજદારો પાસેથી સરકારી ફી ની રકમ સિવાય લાંચ લેવાની પ્રથા ઘણી જગ્યાએ ચાલી રહી છે. જેની ઘણા સમયથી બૂમ ઉઠી હતી. આ કચેરીઓમાં જાણે ઉપરના નાણા લેવાની પ્રથા પડી ગઈ હોય તેમ બેફામ પડે આ નાણાં સ્વીકારવામાં આવી રહ્યા હતા. ત્યારે એસીબી પોલીસે હવે અન્ય જગ્યાઓએ પણ આ પ્રકારના છટકાના આયોજન કરીને લાંચ માગનારા લાંચિયા અમલદારોને જેલ ભેગા કરવા જોઈએ તેવી પણ માંગ  ઉઠી છે.

આ પણ વાંચો :નારી તું ન હારી : પાલનપુરના ગૃહિણીએ જાતે કાર ચલાવી છ વર્ષથી પથારીવશ પતિને ભારત ભ્રમણ કરાવ્યું

Back to top button