ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ભાભરના ઇન્દિરા નગરમાં વીજ કરંટથી બે પશુઓના મોત

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલા ઇન્દિરા નગર વિસ્તારમાં ભેંસો ચરાવવા ગયેલા પશુપાલકના બે પશુઓને વીજ કરંટ લાગતા આ પશુઓ મોતને ભેટયા હતા.આ ઘટનાને પગલે વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

વિદ્યુતબોર્ડની ટીમ પહોંચી ઘટના સ્થળે

વીજ કરંટ-humdekhengenews

ભાભરના ઇન્દિરા નગર વિસ્તારમાં પશુ પાલક પરમાર ચેહરાભાઈ તેમના ભાઈ ખાનાભાઈની ભેંસોને લઈને ખેતરમાં ચરાવવા માટે લઈ ગયા હતા. ખેતરમાં આ ભેંસો ચરી રહી હતી, દરમિયાન વીજ થાંભલાના સંસર્ગમાં આવી જતા બે ભેંસોનું વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું.

વીજ કરંટ-humdekhengenews

વીજ કરંટ લાગતા જ બે ભેંસો ઘટના સ્થળે જ મૃત્યુ પામતા પશુપાલકના માથે જાણે આભ તૂટી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભેંસોના મોતના કારણે પશુપાલકને રૂપિયા એક લાખ ઉપરાંતનું નુકસાન થયું છે. જ્યારે આ ઘટનાના સમાચાર મળતા વીજ કંપનીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :શાકભાજી વેચનારના ખાતામાં રૂ.172 કરોડ રૂપીયા, Incometax ની નોટિસ મળતા..

Back to top button