પાલનપુર : નવસારીમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા ડીસાના બે આરોપી ઝડપાયા
- બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસાના ધાનપુરા ઘાડા ગામથી ઝડપ્યા
પાલનપુર : નવસારી શહેરમાં એક વર્ષ અગાઉ મારામારીના કેસમાં સંડોવાયેલા અને પોલીસ પકડથી દૂર નાસતા ફરતા ડીસાના બે આરોપીને બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસાના ધાનપુરા ઘાડા ગામથી ઝડપી લીધા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાની સૂચનાથી એલસીબી પીએસઆઇ પી. એલ. આહીર અને તેમની ટીમ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, નવસારી શહેરમાં ગત વર્ષે મારામારીના કેસમાં સંડોવાયેલા નાસતા ફરતા બે શખ્સો ડીસાના ધાનપુરા ઘાડા ગામના ગોદરે ઉભા છે. જેથી પોલીસે તાત્કાલિક ઘાડા ગામે પહોંચી ડીસા તાલુકાના ધાડા ગામના જબ્બરસિંહ ચંદુસિંહ વાઘેલા અને અનુપસિંહ નારણસિંહ વાઘેલાને ઝડપી લીધા હતા. બંને સામે નવસારી શહેર પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 323,324, 504, 506(2) મુજબ ગુનો નોંધાયેલો છે. ત્યારથી બંને પોલીસ પકડથી દૂર હતા અને નાસ્તા ફરતા હતા. એલસીબી પોલીસે બંનેને ઝડપી નવસારી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : પાલનપુર : ડીસા નગરપાલિકામાં છતના પોપડા પડ્યા