પાલનપુર : ડીસામાં સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરનાર ટ્યુશન શિક્ષકની અટકાયત
પાલનપુર : ડીસામાં ઘરે ભણાવવા જતા ટ્યૂશન સંચાલકે સગીર વિદ્યાર્થીની ના અશ્લીલ ફોટા પાડી ખાનગી હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લઈને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
ડીસા તાલુકાના એક ગામમાં ઘરે ભણાવવા જતા ટ્યુશન સંચાલકે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં માલગઢ ગામે રહેતા જય ટાંક નામનો 30 વર્ષીય યુવક એક પરિવારના ચાર વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેના ઘરે જતો હતો. તે દરમિયાન એક દિવસ સગીર વિદ્યાર્થીનીને ટયુશન સંચાલક બાઈક પર બેસાડી હાઇવે પર આવેલી એક ખાનગી હોટલમાં લઈ ગયો હતો. જ્યાં સગીરાના અશ્લીલ ફોટા પાડી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ટ્યુશન સંચાલક જય ટાંકની અટકાયત કરી હતી, તેમજ વધુ તપાસ માટે ડીસા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો : મોબાઈલ સીમ 5G માં અપગ્રેડ કરવાના નામે થાય છે ઠગાઈ, જાણો રાજકોટ પોલીસે શું કહ્યું ?