પાલનપુર : ડીસામાં એરપોર્ટ પાસે ટ્રક ચાલકે વીજ થાંભલાને ટક્કર મારતા અફડા તફડી
પાલનપુર : ડીસામાં એરપોર્ટ ચાર રસ્તા પાસે એક ટ્રકચાલકે વીજ થાંભલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અચાનક ચાલુ વીજ થાંભલો ધરસાઈ થતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે જાનહાની ટળી હતી. જ્યારે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા થઈ ગયા હતા.
સદનસીબે જાનહાની ટળી
ડીસામાં એરપોર્ટ ચાર રસ્તા પાસે આજે સાંજે એક ટ્રક ચાલકે વીજ થાંભલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર મારતા જ ચાલુ વીજ લાઈનનો થાંભલો ધરાશાઈ થઈ જતા અને રોડ પર ચાલુ વીજ વાયરો પડતા અફડા તફડી સર્જાઈ હતી.
અને આજુબાજુના લોકોમાં પણ ભય નો માહોલ સર્જાયો હતો. જ્યારે અકસ્માત બાદ તરત ટ્રકચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. આ બનાવ અંગે યુજીવીસીએલ ની કચેરીમાં જાણ કરી હતી. આકસ્માત થતા અને વીજ થાંભલો ધરાશયી થતા યુજીવીસીએલ કચેરીને નુકસાન વેઠવું પડ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદ : SG હાઈવે પર કારના કાચ તોડી લાખોની ચોરી, કારમાંથી ચોરી કરતી ગેંગનો આતંક