ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ટ્રેકિંગથી યુવાનોને જીવનમાં રફ એન્ડ ટફ રહેવાની મળે છે પ્રેરણા

  • માઉન્ટ આબુના ઊંચા પર્વત ઉપર ટ્રેકિંગ કરીને તિરંગો લહેરવ્યો તિરંગો

પાલનપુર : જનસેવા ગ્રૂપ અને ભારત વિકાસ પરિષદ દ્વારા માઉન્ટ આબુ ના ઊંચા પર્વત ઉપર ટ્રેકિંગ કરીને તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. પાલનપુરનું જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ અને ભારત વિકાસ પરિષદ દ્વારા ટ્રેકિંગ કાર્યક્રમ યોજાયો હતો.જન સેવા ગ્રૂપ પાલનપુર શહેરમાં સેવાના અનેક કાર્યો કરે છે. આ સાથે સાથે પર્યાવરણ, ટ્રેકિંગ, જીવદયા, જનસેવા, પક્ષી બચાવો અભિયાન, પાણીની પરબ ,જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન જેવા અનેક સેવા કાર્યો આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.

ત્યારે માઉન્ટ આબુમાં ભેરુ તારક થી અનાદરા પોઈન્ટ હનીમૂન પોઈન્ટ સુધી ટ્રેકિંગ અને ત્યાંથી trod રોક પોઇન્ટ ઉપર ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યાં માઉન્ટ આબુ ના ઊંચા પર્વતો ઉપર ગ્રુપના મિત્રો દ્વારા ભારત દેશનો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો, અને “વંદે માતરમ” ,”ભારત માતાકી જય” નારાનો જયઘોષ કરવામાં આવ્યો હતો. ગ્રુપના મેમ્બર હંસાબેન હેમુભાઈ ચૌધરીએ પોતાનો જન્મદિવસ પણ પરિવાર સાથે માઉન્ટ આબુ ખાતે ટ્રેકિંગ કરીને મનાવ્યો હતો. જેમને ગ્રુપના મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.

પાલનપુર-humdekhengenews

અનાદરા પોઇન્ટ 3,544 ફીટની હાઈટ ધરાવે છે. ટ્રેકિંગ કરનાર સૌ મિત્રોને જનસેવા ગ્રુપ દ્વારા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા .ટ્રેકીંગથી યુવાનોમાં સાહસિકતાના ગુણ વિકસે છે. અને યુવાનોની ફિટનેસ સારી બને છે. તેમજ યુવાનોને જીવનમાં રફ એન્ડ ટફ રહેવા માટેની પ્રેરણા મળે છે. ટ્રેકિંગ દ્વારા પ્રકૃતિને માણવાનો ,પ્રકૃતિને જોવાનો, ભગવાને બનાવેલી આ ઉત્તમ રચના આપણા સમૃદ્ધ જંગલોને જોવાનો, પક્ષીઓના સુંદર અવાજ સાંભળવાનો ,આધ્યાત્મિકતનો અનુભવ કરવાનો, શાંતિના અનુભવનો એક સુંદર લ્હાવો મળતો હોય છે.

આ ટ્રેકિંગમાં 15 વર્ષના નાના બાળકથી માંડીને 70 વર્ષની ઉંમર સુધીના સાહસિક વ્યક્તિઓ જોડાયા હતા. જેમાં ટ્રેકિંગ કોચ અને ટ્રેનર જીતેન્દ્રકુમાર પરમાર દ્વારા ઉત્કૃષ્ટ સેવાઓ આપવામાં આવી હતી. તેમના દ્વારા સૌ યુવાનોને ગાઈડ કરવામાં આવ્યા હતા. ટ્રેકિંગમાં ધ્રુવ ચૌહાણ, જયેશભાઈ સોની, ધવલભાઇ, હિમાંશીબેન, ડો. પ્રકાશભાઈ, નીતિનભાઈ, સંજયભાઈ, જીગ્નેશભાઈ, કમલેશભાઈ, હર્ષ ઠાકર, હિમાંશુભાઈ, ગૌરવભાઈ, ખનકબેન, અહેમદભાઈ હાડા, હેમુભાઈ ચૌધરી ,હંસાબેન ,જુલીબેન અને જીતુભાઈ કોચ સૌ મિત્રો સાથે મળીને ટ્રેકિંગ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના ઐતિહાસિક બજેટની તૈયારીઓ શરૂ

Back to top button