પાલનપુર: સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ અંતર્ગત પાલનપુરમાં યોજાઈ તાલીમ
પાલનપુર: ગુજરાત પોલીસ દ્વારા શાળામાં ચલાવવામાં આવતા સુરક્ષા સેતુ સંચાલિત એસ પી સી( સ્ટુડન્ટ પોલીસ કેડેટ) પ્રોજેક્ટ અંતર્ગત પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેના ઓડિટોરિયમ હોલમાં બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન નોડલ અધિકારી વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન, પૂર્વ પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન, ગોળા, હડાદ, દાંતા તેમજ અંબાજીના એસપીસી પ્રોજેક્ટ સાથે સંકળાયેલ પોલીસ કર્મીઓ એડીઆઇ અને સીપીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ વિષયો ઉપર તાલીમ આપવામાં આવી
જેમાં સુરક્ષા વ્યવસ્થામાં પોલીસની ભૂમિકા, નેતૃત્વ, મીડિયા સાક્ષરતા, જીવન મૂલ્યો, કિશોરાવસ્થા, બાળકો સાથે જાતીય દૂરવ્યવહાર, કેફી પદાર્થોનું સેવન વગેરે વિષયો પર શ્રી કે બી કર્ણાવત પ્રાથમિક શાળાના સીપીઓ તેજસભાઈ પટેલ અને રૂપલબેન લુણેચિયાએ તાલીમાર્થીઓને તાલીમ આપી હતી. પશ્ચિમ પોલીસ મથકના પીએસઆઇએ પણ સુરક્ષા વ્યવસ્થામાં પોલીસની કામગીરીની સૌને માહિતી આપી હતી.
આ પણ વાંચો :Byju’sએ કર્મચારીઓને ફરી આપ્યો ઝટકો, 1,000 કર્મચારીઓની હકાલપટ્ટી