પાલનપુર: ડીસામાં બાળકોને ટ્રાફિક સેન્સ અને અકસ્માત નિવારણ તાલીમ અપાઈ
પાલનપુર: ડીસા સહિત સમગ્ર દેશમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે. ત્યારે ડીસાના એક તબીબે અલગ- અલગ શાળાઓમાં ફરી બાળકો નાનપણથી જ ટ્રાફીક સેન્સ અને અકસ્માતો થતા કઈ રીતે અટકાવી શકાય તે અંગે જાગૃતી લાવવા માટે અનોખો પ્રયાસ શરૂ કરે છે.
ડીસા શહેરમાં ટ્રાફિક ક્ષેત્રે જાગૃતિ લાવવા શહેરના પ્રતિષ્ઠિત ઓર્થોપેડિક ડો. કૌશલભાઈ સિસોદિયા તેમજ ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા એક સુંદર અને નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરની તમામ સ્કૂલોમાં ધોરણ પાંચ થી નવ અને 10 થી 12 તેમજ કોલેજ કક્ષાએ પણ ટ્રાફિક સેન્સ તેમજ અકસ્માત નિવારણ માટે ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવેલ છે.
જેમાં તેઓ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી ટ્રાફિક ને લગતી નાનામાં નાની ઝીણવટ ભરી બાબતો તેમજ પ્રતિકાત્મક અને પ્રોજેક્ટર કઈ રીતે અને શા માટે ટ્રાફિક તેમજ અકસ્માતો વધી રહ્યા છે અને તેને કઈ રીતે અટકાવી શકાય આપણે તેમાં શું ભૂમિકા ભજવી શકીએ તે અંગે પૂરતું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. સાથે જ તમામ વિદ્યાર્થીઓ હવે તમામ ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરશે તેવી પ્રતિજ્ઞા પણ લેવડાવામાં આવી હતી. માનવ જિંદગીના રક્ષણાત્મક એવા આ કાર્યક્રમમાં ડીસા ટ્રાફિક પોલીસે પણ સહયોગ આપ્યો હતો .
આ પણ વાંચો :ગુજરાતના આ શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ આવ્યા