ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં ધોધમાર કમોસમી વરસાદ, આબુમાં કરા પડયા

Text To Speech

પાલનપુર : કમોસમી વરસાદની આગાહીના પગલે છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારે કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન ફુંકાતા કેટલાક ઘરોમાં છાપરા ઉડી ગયા હતા. ત્યારે બુધવારે પણ સાંજે ચાર વાગે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને મેઘરાજાની ગર્જના સાથે ધોધમાર વરસાદ વરસાદ શરૂ થઈ ગયો હતો. સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા.

જ્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ વાદળો ગોરંભાયા હતા. અને વરસાદ સાથે કરા પડ્યા હતા. બરફના કારણે જાણે માઉન્ટ આબુ સિમલામાં ફેરવાઈ ગયું હોય તેવા દ્દશ્યો સામે આવ્યા હતા.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

ભારે કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોના ખેતરમાં પડેલા બટાકાની બોરીઓ અને બહાર કાઢવામાં આવેલા બટાકાના પાકને તેમજ ઘઉના પાકને પણ નુકશાન થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. ખેતીમાં ખેડૂતો ના મોંઢે આવે કોળિયો ઝૂંટવાઈ રહ્યો હોય તેવી લાગણી વ્યક્ત થવા પામી છે. ફાગણ માસમાં હોલિકા દહન સમયે જ કમોસમી વરસાદ પડ્યો હતો. જે બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો. હજુ પણ આગામી દિવસોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના ને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં ધોધમાર કમોસમી વરસાદ, આબુમાં કરા પડયા

Back to top button