પાલનપુર : વાવના ટડાવમાં ચોરો માતાજીના આભૂષણો ચોરી ગયાની આશંકા
પાલનપુર : બનાસકાંઠા જિલ્લા ના વાવ તાલુકાના ટડાવ ગામમાં આવેલા શીતળા માતાજીના મંદિરે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો માતાજીના આભૂષણો ચોરી ગયાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
View this post on Instagram
ચોરીની ઘટના સીસી ટીવીમાં કેદ
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ટડાવ ગામમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. ટડાવ ખાતે આવેલ શીતળા માતા ના મંદિરમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. ટડાવ ગામમાં એક દુકાન અને મંદિરમાં ચોરી થતાં પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ચોરી ના બનાવો મા વધારો નોધાઈ રહ્યો છે. ત્યારે ટડાવ ગામમાં ચોરો ચોરી કરતા શીતળા માતાજીના મંદિરમાં સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા છે. જેમાં બે તસ્કરો દાન પેટી તોડવાનો પ્રયાસ કરતા જણાય છે. તેમજ માતાજીના આભૂષણો ચોરી ગયાની આશંકા છે. આ સમગ્ર ઘટનાની સીસી ટીવીના આધારે માવસરી પોલીસે તપાસ હાથ ધરી ચોરોને પકડવા ચક્રો કર્યા ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : પાલનપુર : મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા કરાઈ વૈદિક હોળી ભવ્ય ઉજવણી