ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : જીગ્નેશ મેવાણીના વર્તન સામે વણકર સમાજ ખફા

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના વડગામના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ દલિત આગેવાન જીગ્નેશ મેવાણી એ બનાસકાંઠા જિલ્લાના આર્થિક કલેકટરને કામ અર્થે મળ્યા હતા. જ્યાં અધિક કલેકટર શ્રીમતી પંડ્યાને પ્રોટોકોલ બાબતે આપેલી સલાહ ના વણકર સમાજમાં પ્રત્યાઘાત પડ્યા છે. જીગ્નેશ મેવાણી ના વર્તન સામે વણકર સમાજે રોષ વ્યક્ત કરીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને મેવાણીએ માફી માગવી જોઈએ તેવી માંગ કરી છે.

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ અધિક કલેકટર શ્રીમતી પંડ્યા સામે નીંદનીય બયાન કર્યું છે. જેમાં “હું કલેકટર કચેરીમાં આવું ત્યારે તમારે મને લેવા આવવું, અને હું તમારી ચેમ્બરમાં આવું ત્યારે હું ઊભો હોઉં ત્યારે તમારે ઊભા રહેવું, બેસવું નહીં. હું બેસું પછી તમને કહું ત્યારે તમારે ખુરશીમાં બેસવું. તેમજ હું જાઉં ત્યારે કલેકટર કચેરીના દરવાજા સુધી મૂકવા આવવું.”

અધિક કલેકટરને ઉતારી પાડી અપમાન કર્યું : આગેવાનો

આ આવેદનપત્રમાં એમ પણ જણાવ્યું છે કે અધિક કલેક્ટર અનુસૂચિત જાતિના વંદનીય વ્યક્તિ છે. તેમને આ રીતે ઉતારી પાડવા એ એમના અને અમારા અપમાન બરાબર છે. જેથી ધારાસભ્ય વડગામના બની બેઠેલા દલિત નેતાને ન શોભે તેવા અનુસૂચિત જાતિના અધિકારીને ન છાજે તેવા શબ્દો બોલ્યા તે એની ચાડી ખાય છે. તેમ જણાવીને વણકર સમાજના આગેવાનોએ જીગ્નેશ મેવાણીને અધિકારી સાથે આ પ્રકારના વર્તન કરવા બદલ માફી માગવાની માગણી કરી છે. આ મુદ્દાને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે.

ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્ર સમયે બનાસકાંઠા જિલ્લા ધાણધાર વણકર સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

 

આ પણ વાંચો :કુંવરજી બાવળિયા વિધિવત રીતે ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડમાં, પીવાના પાણીની અછત દૂર કરવાને પ્રાધાન્ય આપ્યું

Back to top button