પાલનપુર : થરામાં સમૂહ લગ્નોત્સવમાં ફૂલ વર્ષા કરવા માટે લવાયેલ હેલિકોપ્ટરને ધક્કો મારતો વિડિયો વાયરલ


પાલનપુર : કાર, બસ અથવા ટ્રકને ધક્કો મારતાં દ્રશ્યો તમે જોયા હશે પણ હેલિકોપ્ટરને કોઈએ ધક્કા માર્યા હોય તેવા દ્રશ્ય કદાચ પહેલી વાર તમને જોવા મળે. આવું જ બનાસકાંઠા જિલ્લાના થતા ખાતે એક સમૂહ લગ્ન મહોત્સવમાં લાવવામાં આવેલા હેલિકોપ્ટરમાં યાંત્રિક ખામી સર્જ્યાતા તેને ધક્કો મારવાની નોબત આવી હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવમાં ફૂલ વર્ષા કરવા માટે હેલિકોપ્ટર લાવવામાં આવ્યું હતું. ત્યારે હેલિકોપ્ટરમાં અચાનક કોઈ ખામી સર્જાઈ હતી. ત્યારે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ધક્કો મારીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યું હતું. જોકે આવા સંજોગોમાં ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આવવાના હતા ત્યારે એમના હેલિકોપ્ટરના ઉતરાણ માટે કાળજી રાખીને ખામી સર્જાયેલ હેલિકોપ્ટરને ધક્કો મારવાની ફરજ પડી હતી. જેમાં લોકોએ ધક્કો મારી રહેલ વિડિયો ઉતારી વાઈરલ કર્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : પાલનપુર: થરામાં પંચામૃત મહોત્સવનો પ્રારંભ : 914 વર્ષ પહેલાં થરાની ધરતી પર 3005 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા