ઉત્તર ગુજરાતગુજરાત
પાલનપુર : ડીસામાં હિંગળાજ માતાની મૂર્તિનું કરાયું અનાવરણ


પાલનપુર : હિંગળાજ માતાનું મંદિર પાકિસ્તાનનાં બલુચિસ્તાન પ્રાંત નાં હિંગોલ નદીનાં તટ પર સ્થિત 51 શક્તિ પીઠો માનું એક હિન્દુ મંદિર છે. બ્રહ્મક્ષત્રિય સમાજની કુળદેવી રાજ રાજેશ્વરી હિંગળાજ માતાજીની નાની મૂર્તિ જે તે સમયે પ્રસ્થાપિત કરેલ હતી. જેનું સમય જતા રીનોવેશન કરતા અતિ આધુનિક નવનિર્મિત અદ્યતન મુક્તિધામ ડીસા ખાતે બ્રહ્મક્ષત્રિય સમાજના કુળદેવી રાજ રાજેશ્વરી હિંગળાજ માતા ની આરસ ની મુર્તિનું સમાજના પ્રમુખ હરિશ્ચંદ્ર વારડેના અધ્યક્ષ સ્થાને શાસ્ત્રોક્ત રીતે પૂજા વિધિ કરી મૂર્તિને દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.
ત્યારે સૌ ભક્તોએ દર્શન કરી આરતી અને પ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે નવનિર્મિત મુક્તિધામ સંચાલક મંડળના પ્રકાશભાઈ ભરતીયાએ ટુંકમાં માતાજીની ઉત્પત્તિ પર પ્રકાશ પાથર્યો હતો. આ કાર્યક્રમમાં સમાજના વિશાળ સંખ્યામાં ભાઈ- બહેનો હાજર રહ્યા હતા.