પાલનપુર: ડીસાની રોટરી કલબ ડિવાઈન દ્વારા યોગ શિબિર યોજી બાળકોને સુવર્ણ-પ્રાશનના ટીંપા પીવડાવાયા
પાલનપુર: રોટરી કલબ ડિવાઈન ડીસા દ્વારા કાયમીપણે “સુવર્ણપ્રાશન” પ્રોજેક્ટ પુષ્યનક્ષત્રનાં દિવસે આદર્શ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. જેનું રોટરી હૉલ ડીસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ હેઠળ જન્મથી લઈ ને 12 વર્ષ સુધીનાં બાળકો ને સુવર્ણપ્રાશન ના ટીંપા પીવડાવવામાં આવ્યા હતા. સુવર્ણપ્રાશન આયુર્વેદમાં વર્ણવેલ એક સંસ્કાર છે. જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બાળકનાં શારીરિક,માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. આ પ્રોજેક્ટના દાતા અને પ્રોજેક્ટ ચેરમેન ર્ડો.અવનીબેન ઠક્કર હતા. જેમાં 105 જેટલાં બાળકોએ લાભ લીધો હતો.
જ્યારે આ ક્લબ દ્વારા ફ્રી યોગ શિબિરનું 21 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત સોમવારથી કરવામાં આવી છે. જેના પ્રોજેક્ટ ચેરમેન રોટે.ડૉ. અલ્પાબેન શાહ છે. જેમાં યોગ શિક્ષણ પિન્કીબેન પંચાલ દ્વારા આપવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ, પ્રમુખ ડૉ.બિનલબેન માળી, મંત્રી હિનલબેન અગ્રવાલ, ધર્મિષ્ઠાબેન, વીણાબેન, ફાલ્ગુનીબેન, દીપિકાબેન, અભિલાષાબેન તેમજ અન્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ શુભમ પાર્ટી પ્લોટ ડીસા ખાતે યોજાયો હતો. શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે ડીસાની બહેનો વધુમાં વધુ યોગ કરે અને ભાગ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :IND vs NZ : રોહિતે 3 વર્ષ પછી સદી ફટકારી, શુભમને ચોથી વન-ડે સદી ફટકારી