પાલનપુર : ડીસાના ઓવરબ્રિજ નીચેના પિલ્લરો ભીંત ચિત્રોથી શણગારાયા
- સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી બાકીના પિલ્લરો સુશોભન કરવામાં આવશે
પાલનપુર : ડીસામાં બનેલ ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ ઓવરબ્રિજ નીચેના પિલ્લરો ડીસા શહેરનું બ્યુટીફિકેશન વધારવા અવનવા ભીત ચિંત્રોથી શણગારવામાં આવી રહ્યા છે.ડીસા શહેરમાં ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. કુલ 107 પિલ્લર પર બનેલા અને પોણા 4 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતા આ એલિવેટેડ ઓવરબ્રિજ નીચેના પીલ્લરો આકર્ષક લાગે અને હાઇવેની સાથે સાથે ડીસા શહેરનું પણ સુશોભન વધે તે માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના પ્રયાસોથી તમામ પિલ્લરો પર સુશોભન કરવાનું કાર્ય ચાલી રહ્યું છે.
જેમાં ડીસા નગરપાલિકાના સહયોગથી હાલ ચાર જેટલા પિલ્લરોને પેઇન્ટ અને વોલપેપર થી ભગવાન શ્રીરામની આકર્ષક છબી તેમજ ભારતમાતાનું આકર્ષક પોર્ટ્રેટ બનાવવામાં આવ્યું છે.
જ્યારે ભારત દેશ જી20 સમિટની આગેવાની કરવાનો હોવાથી જી20 ની થીમની જાહેરાત કરતું પોર્ટ્રેટ પણ એક પિલ્લર પણ બનાવવામાં આવ્યું છે.
ડીસા પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ શરૂઆતમાં મુખ્ય ટ્રાફિક જંકશનના પીલ્લરો અલગ અલગ પેઇન્ટિંગ અને વોલપેપર થી સજાવવામાં આવશે. ત્યારબાદ જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ લઈને બાકીના પિલ્લરો પણ આકર્ષક લાગે તે રીતની ડિઝાઇનથી સુશોભન કરવામાં આવશે.
આ પણ વાંચો : સુરત: પાપનો ઘડો ફુટ્યો, 28 વર્ષ પહેલા મિત્રની હત્યા કરનારો ઝડપાયો