ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના નવનિયુક્ત ધારાસભ્ય આવ્યા એક્શન મોડમાં

Text To Speech

પાલનપુર : ડીસાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ નવયુવાન વિકાસ પુરુષનું એડવાન્સ બિરુદ પામેલા પ્રવીણ માળીએ એક્શન મોડમાં આવી જનતાની સુવિધાઓ અને શહેરના વિકાસ માટે પોતાના કાર્યો શરૂ કરી દીધા છે. જેમાં તેઓએ આજે ડીસા સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ સિવિલ હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેવી અદ્યતન તબીબી સુવિધા કરવાની ખાતરી આપી હતી.

પ્રવીણ માળી-humdekhengenews

ડીસા સિવિલની ધારાસભ્યએ ઓચિંતી લીધી મુલાકાત

ડીસાના નવયુવાન અને વિકાસ પુરુષ તરીકે જાણીતા પ્રવીણભાઈ માળી ધારાસભ્ય બન્યા બાદ તરત જ એક્શન મોડમાં આવી ગયા છે.અને ડીસાના વિકાસ માટે સતત પ્રયાસો કરવાના શરૂ કરી દીધા છે.વિકાસની આગવી દ્રષ્ટિ ધરાવતા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ડીસાને વિકાસના ઉચ્ચ આયામ પર પહોંચાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે.ત્યારે આજે બપોર બાદ પ્રવીણભાઈ માળીએ ડીસા સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી.

 

પ્રવીણ માળી-humdekhengenews

પ્રવીણભાઈ માળી સાથે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃત દવે, ડીસા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ મહામંત્રી અશોકભાઇ પટેલ, રમેશભાઈ દેલવાડીયા પણ સાથે રહ્યા હતા.

પ્રવીણભાઈ માળી આજે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પાસે રૂબરૂ પહોંચીને તેમના ખબર અંતર પૂછ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી તકલીફોનું નિરીક્ષણ કર્યું હતું.ત્યારબાદ ડીસા સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાથે બેઠક કરી હતી.

 

પ્રવીણ માળી-humdekhengenews

જેમાં સિવિલ હોસ્પિટલને કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે તે અંગે ચર્ચા કરી હતી. પ્રવીણભાઈ માળીએ ડીસા સિવિલ હોસ્પિટલને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવી બનાવી તમામ પ્રકારની અધ્યતન તબીબી સુવિધાઓ ડીસામાં જ મળે તેવી ખાતરી આપી હતી.

આ પણ વાંચો : પાલનપુર: ડીસાના ગાયત્રી મંદિર સામે દબાણો દૂર કરવા વેપારીઓની માંગ

Back to top button