ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : રોટરી ડીવાઈન ડીસાનો સ્થાપના દિવસ ઉજવાયો

Text To Speech

પાલનપુર : રોટરી ક્લબ ડીસા ડીવાઈન દ્વારા “ચાર્ટર ડેની ઉજવણી “ નિમિત્તે આશાકિરણ સ્કૂલના બાળકોને સ્કૂલ યુનિફોર્મ તરીકે ટીશર્ટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. ક્લબને બે વર્ષ પૂર્ણ થવાથી કેક કટીંગ અને સ્વીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ટી-શર્ટના દાતા અરવિંદભાઈ શાહ હતા. અને કેકના દાતા રોટેરિયન ફાલ્ગુનીબેન ઠક્કર પણ હાજર રહ્યા હતા .

આ કાર્યક્રમ આસિસ્ટન્ટ ગવર્નર અને ચાર્ટડ પ્રમુખ ડૉકટર રીટાબેન પટેલની ઉપસ્થિતિમાં પ્રમુખ રોટેરિયન ડૉ.બિનલબેન માળી,મંત્રી રોટેરિયન હિનલબેન અગ્રવાલ, ડૉ. વર્ષાબેન, કાંતાબેન ,ગીતાબેન અલ્પાબેન ,અરુણાબેન ફાલ્ગુનીબેન ,વીણાબેન તેમજ અભિલાષાબેન વગેરેએ હાજર રહીને સ્થાપના દિવસને સફળતાથી ઉજવ્યો હતો.

Back to top button