ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી મળી

Text To Speech
  • જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરારીબાપુની કથામાં રૂ.5.21 લાખનો ફાળો આપશે

પાલનપુર : બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા જિલ્લા સંઘના પ્રમુખ સંજયકુમાર દવેના અધ્યક્ષ સ્થાને ડીસા માર્કેટ યાર્ડ ખાતે મળી હતી. કારોબારીમાં ડીસા તાલુકાના યુવા ધારાસભ્ય પ્રવિણભાઈ માળીએ ઉપસ્થિત રહી જન પ્રતિનિધિ તરીકે શિક્ષકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી સાથે સાથે શિક્ષકો ઈનોવેટીક પ્રવૃતિ કરે તેવી અપિલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરતભાઈ દવે, સંઘના મહામંત્રી પ્રાગજીભાઈ પટેલ, શાંતિભાઈ દેસાઈ,હરેશભાઈ દરજી ઉપસ્થિત રહયા હતા.

કારોબારીમાં મુખ્ય બાબત પ્રાથમિક શિક્ષકોના તાલુકા, જિલ્લાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. G.P.F ઉપાડ, તફાવત બીલો, C.P.F અનપોસ્ટેડ પરત ચૂકવવા બાબત, B..O ની કામગીરી, પ્રવાસની મંજૂરી, સ્વચ્છતા ગ્રાન્ટ, 5.P. હુકમો, પેશગી પ્રમાણપત્રો, ઉચ્ચક નાંણાકીય સહાય, પનઃસ્થાપન, ડાયટની તાલીમ, શિષ્યવૃતિ તેમજ વ્યકિતગત પ્રશ્નોના નિરાકરણ બાબતે ચર્ચા કરવામાં આવી. સાથે-સાથે શિક્ષક સંઘ વિરૂધ્ધ પ્રવૃતિ કરનારની સામે શિસ્ત સમિતિના ઠરાવને બહાલી આપવામાં આવી.

આ ઉપરાંત મોરારી બાપુની રામકથાના આયોજન માટે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ ધ્વારા મહતમ ફાળો આપવા ઠરાવવામાં આવ્યું. જે પૈકી આજની કારોબારીમાં રૂ. ૫,૨૧,૦૦૦(પાંચ લાખ એકવીસ હજાર પુરા) નો ફંડ રાજય પ્રાથમિક શિક્ષક સંઘને જિલ્લાના હોદેદારો ઘ્વારા ઉમળકાભેર જાહેર કરાયું હતું.

આ પણ વાંચો : અંબાજી મંદિરમાં મોહનથાળ ની પ્રસાદ શરૂ કરાવવા ડીસામાં યોજાઈ મહા આરતી

Back to top button