ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં ઓવરબ્રિજના ડિવાઈડર સાથે ટ્રક અથડાતા ચાલકનું મોત

Text To Speech

પાલનપુર : ડીસામાં આજે વહેલી સવારે એલિવેટેડ બ્રિજ પાસે ટ્રક ડિવાઇડર સાથે ટકરાઈને પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કેબિનના ફુરચા ઉડી જતા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ડીસા શહેર ઉત્તર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોત-humdekhengenews

ડીસા -પાલનપુર હાઇવે પર એલિવેટેડ બ્રિજ પાસે આજે વહેલી સવારે ટ્રક નો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ થી એક ટ્રક માલ ભરીને રાજસ્થાન તરફ જઈ રહી હતી તે સમયે એલિવેટેડ બ્રિજ પાસે અચાનક સ્ટેઅરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઇડર સાથે ટકરાઈને પલટી ખાઈ ગઈ હતી.

મોત-humdekhengenews

આ અકસ્માતમાં કેબિનમાં ફુરચા ઉડી ગયા હતા. જ્યારે કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી પોલીસને જાણ કરી હતી. ડીસા શહેર ઉત્તર પોલીસ બનાવ સ્થળે પહોંચી લાશ ને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળથી કાર્યવાહી હાથ ધરી હતી.

મોત-humdekhengenews

આ પણ વાંચો : દિવાળી પહેલા ગુજરાત સરકારની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મહત્વની જાહેરાત

Back to top button