ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : મૂતરડીનો બથામણીયો કબજો રોકવા જતા ડીસાના ચીફ ઓફિસરને મળી મારી નાખવાની ધમકી

Text To Speech
  • સ્થળ ઉપર આવશો તો માથું ફોડી નાખીશ

પાલનપુર : ડીસા નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં આવેલી મૂતરડીનો કોઈ શખ્સ દ્વારા તોડફોડ કરી શટર નાખીને કબજો કરાઈ રહ્યો હતો. જેની ચીફ ઓફિસરને જાણ થતા કાર્યવાહી કરી હતી. બાદમાં શખ્શે ફોન ઉપર ચીફ ઓફિસરને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ચીફ ઓફિસરે ઉત્તર પોલીસ મથકમાં ધમકી આપનાર સામે ફરિયાદ નોંધવા લેખિતમાં અરજી આપી છે.

ડીસા-humdekhengenews

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના બગીચા સર્કલ પાસે આવેલા નગરપાલિકાની માલિકીના વિવેકાનંદ શોપિંગ સેન્ટરમાં મુતરડી આવેલી છે. જ્યાં કોઈ શખ્શ દ્વારા તેમાં તોડફોડ કરીને શટર નાખવાની પેરવી ચાલી રહી હતી. આમ બથામણીયા કબજા અંગેની ગાંધીનગર મિટિંગમાં ગયેલા ચીફ ઓફિસર પાંચાભાઇ માળીને જાણ થતા તેમને પાલિકાના સ્ટાફને તપાસ કરવા જણાવ્યું હતું. તપાસમાં આ જગ્યા કોઈને ફાળવવામાં આવી ન હતી. જેથી પાલિકા સ્ટાફને સૂચના આપી કબજો લેવા જણાવ્યું હતું.

પરંતુ માથાભારે ઈસમના કારણે પાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો ન હતો. બાદમાં આ શખ્શ દ્વારા ચીફ ઓફિસરને મોબાઈલ ઉપર સ્થળે આવશો તો માથું ફોડી નાખીશ તેવી ધમકી આપી અને અભદ્ર વ્યવહાર કરાયો હતો. જેથી ચીફ ઓફિસરે પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચતા શખ્શ નાસી ગયો હોવાનું પોલીસને આપેલી અરજીમાં ચીફ ઓફિસર એ જણાવ્યું છે. છેવટે નગરપાલિકા દ્વારા લોક મારીને આ જગ્યાનો કબજો લઈ લેવામાં આવ્યો હતો.ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ પોલીસને લેખિતમાં રજૂઆત કરીને માથાભારે શખ્શ સામે પોલીસ ફરિયાદ નોંધવા રજૂઆત કરી છે.

કોના રક્ષણ હેઠળ કબજો લેવાઈ રહ્યો હતો?

ડીસા નગરપાલિકાની માલિકીના શોપિંગ સેન્ટરમાં આવેલી મૂતરડી ની જગ્યાનો ગેરકાયદેસર રીતે આ ઈસમ દ્વારા કબજો લેવામાં આવી રહ્યો હતો. ત્યારે શહેરમાં ચર્ચાસ્પદ બન્યું છે કે, શહેરની મધ્યમાં આવેલી પાલિકાની મોખાની આ જગ્યાનો ગેરકાયદેર રીતે કબજો લેવામાં આવી રહ્યો હતો. તો તેની પાછળ કોનું રાજકીય પીઠબળ મળી રહ્યું હશે.? જેથી કરીને શહેરની વચ્ચે આવેલી આ જગ્યાનું ગેરકાયદેસર રીતે શટર નાખવાની હિંમત કરી હશે.

આ પણ વાંચો : પાલનપુર : બનાસકાંઠામાં અટલ-ભુજલ યોજનાનો ડીસાથી પ્રારંભ

Back to top button