ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં સ્વામી લીલાશાહની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાઈ

Text To Speech

પાલનપુર: ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં આવેલ સ્વામી લીલાશાહ મહારાજના મંદિરે તારીખ 16 માર્ચ ’23 ને ગુરૂવારના રોજ વહેલી સવારથી મંદિરે હવન તેમજ આરતી બાદ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, પાલિકાના સદસ્યો તેમજ સમાજના ભાઈ – બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી આરતી, હવન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો.

સ્વામી લીલાશાહ-humdekhengenews

આ કાર્યક્રમને સફળ બનાવવા ડીસા સ્વામી લીલાશાહ સેવા સમિતિના આગેવાનો તેમજ યુવાન વર્ગના ભાઈઓ ખડેપગે ઉભા રહી લોકોની સારી એવી સેવા આપી હતી. બાપુ લીલાશાહની જન્મ જયંતિ ઉમંગભેર ઉજવાઈ હતી. જ્યારે બપોરે સિંધી કોલોની વિસ્તાર સ્વામી લીલાશાહ મંદિરેથી ભવ્ય શોભા યાત્રા નીકળી હતી. જેમાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

આ પણ વાંચો :ઝૂમ કાર પર 11 લાખની કાર ભાડે લઈ મોબાઈલ બંધ કરી 4 ગઠિયા પલાયન !

Back to top button