પાલનપુર : બ્રહ્માકુમારીઝના આદ્ય સ્થાપક પિતાશ્રી બ્રહ્માબાબાની 146 મી જયંતિ મનાવાઈ
- વિશ્વભરના 140 દેશોમાં “આધ્યાત્મિક સશક્તિ કરણ દિવસ” તરીકે ઉજવણી
- બ્રહ્મા બાબા નવયુગ પ્રવર્તક અને નારી શક્તિના અધ્યાત્મ સશક્તિકરણના પ્રણેતા : દાદી રતન મોહિનીજી
પાલનપુર : “માનવતા, નવયુગના પ્રવર્તક અને નારીશક્તિના અધ્યાત્મક સશક્તિકરણ ના પ્રણેતા પિતાશ્રી બ્રહ્માબાબાનું વૈશ્વિક શાંતિ, સદભાવ અને પરસ્પરની સ્નેહ ભાવનાને માનવ માત્રમાં પ્રસ્થાપિત કરવાનું અદભુત સેવાકાર્ય વિશ્વ માનવ માટે પ્રેરણાદાય છે” તેમ બ્રહ્માકુમારી વિદ્યાલયના વડા ડો. દાદી રતન મોહિનીજીએ આબુ શાંતિવન ખાતે બ્રહ્માબાબાની 146 મી જયંતિ સમારંભમાં જણાવ્યું હતું.
આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે “સ્વ અધ્યાત્મ સશક્તિકરણ શિબિર” માંગુજરાતભરમાંથી આવેલ 20 હજાર બ્રહ્માકુમાર ભાઈ-બહેનોના વિશાળ સંગઠનને સંબોધન કરતા દાદીજીએ આગળ જણાવેલ કે, બ્રહ્મા બાબાનો જન્મ 15 ડિસેમ્બર 1876માં સિદ્ધ હૈદરાબાદમાં થયો હતો બચપનથી પ્રભુ પ્રેમી માનવીય મૂલ્યો સંપન્ન બાબાના શરીરના માધ્યમ દ્વારા પરમાત્મા શિવ 1937 માં તેમના સાકાર માધ્યમ દ્વારા વિશ્વ મહા પરિવર્તનનું વિશાળ કાર્ય પ્રારંભ કરેલ.
જે આજે વૈશ્વિક 140 દેશોમાં 8600 સેવા કેન્દ્ર દ્વારા ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મિકતા અને રાજ્યોગ દ્વારા અત્યારે કાર્યરત છે. જેમની પ્રેરણાથી લાખો લોકોએ પોતાના જીવનનું સકારાત્મક પરિવર્તન કરેલ છે.મલ્ટીમીડિયાના વડા ડો. કરુણાજીએ જણાવેલ કે, પ્રજાપિતા બ્રહ્માબાબાનું જીવન વિશ્વ માનવ માટે પ્રેરણાદાયી રહ્યું. જેણે પોતાના પવિત્ર યોગી જીવન દ્વારા કરોડો માનવોના જીવનમાં માનવીય મૂલ્યો સૂચન કર્યું.
આજે વિશ્વભરમાં બ્રહ્મા બાબાના જન્મ જયંતી દિવસે “આધ્યાત્મિક સશક્તિકરણ દિવસ”તરીકે બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર પર મનાવવામાં આવ્યો છે. સમારંભમાં મીડિયા પ્રભાગના રાષ્ટ્રીય સંયોજક બી. કે. શાંતનું મધુબન ન્યૂઝ ચેનલના બી. કે. કોમલ મીડિયા પ્રભાગ ગુજરાતના સંયોજક શશીકાંત ત્રિવેદી, ગુજરાત પ્રેસ એકેડેમી ના પૂર્વ સેક્રેટરી કે. એમ. ડામોર સહિત વિવિધ પદાધિકારીઓએ બાબાના જીવનથી મળેલ પ્રેરણા વિષય ઉપર પોતાના અનુભવ જણાવ્યા હતા.
આ પ્રસંગે “ઓમ શાંતિ મીડિયા”મેગેઝીનના મુખ્ય સંપાદક બ્રહ્માકુમાર ગંગારામભાઈએ આભાર પ્રગટ કર્યો હતો.પિતાશ્રી બ્રહ્માબાબાની 146 મી જન્મ જયંતી પ્રસંગે ગરીબ લોકોને ફ્રુટ, ગરમ કપડા તથા ભોજન કરવામાં આવેલ તથા વ્યસન મુક્તિ અને સદગુણ ધારણ કરવા બ્રહ્માકુમારીઝ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતમાં 2002 પછીનું સૌથી નાનું કેબિનેટ, 2024માં ફરી ભાજપ ક્લીન સ્વીપ કરવાની તૈયારીમાં લાગ્યું