ઉત્તર ગુજરાતગુજરાત
પાલનપુર : ડીસામાં સ્વામી લીલાશાહની 143મી જન્મ જયંતિ ઉજવાશે


પાલનપુર : ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં આવેલા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી સ્વામી લીલાશાહ મહારાજની 143 મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવણીનું આયોજન તારીખ 16 માર્ચ ’23 ને ગુરુવારના રોજ મંદિર ખાતે ઉજવવામાં આવશે. સવારે 7:15 કલાકે આરતી બાદ સવારે 8:00 વાગે હવન (યજ્ઞ) થશે અને બપોરે 12:00- થી 2:30 સુધી ભોજન પ્રસાદ રાખેલ છે. તેમજ બપોરે 3:30 કલાકે શોભાયાત્રા શહેરમાં ફરશે અને સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે બાપુ લીલાશાહ ની જન્મ જયંતી સારી રીતે ઉજવાય તે માટે સ્વામી લીલાશાહ સેવા સમિતિ દ્વારા સમાજના ભાઈઓ – બહેનો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન તેમજ પ્રસાદનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કૃષિ યુનિવર્સિટીમાં થતા સંશોધનો અને નવીન ટેકનોલોજીનું માર્ગદર્શન ખેડૂતોને તાલીમ દ્વારા અપાયું