પાલનપુર : થરા રાજવી પરિવાર દ્વારા પ્રાચીન પરંપરા મુજબ બાલા બહુચરમાંને ધરાવાયો થાળ
પાલનપુર : કાંકરેજ તાલુકાના થરા ખાતે રાજવી જામાજી વાઘેલાના ભાલે બાલા બહુચરમાં થરા પધારેલ જેમને દરબારગઢના સાનિધ્યમાં નગરના ત્રણ રસ્તે મંદિર બનાવી પધરામણી કરી પૂજા અર્ચના કરી. જે વર્ષો જુની પરંપરા આજે રાજવી પરિવાર દ્વારા જળવાયેલી છે. ગત આસો સુદ આઠમને સોમવારના રોજ થરા નગરના ચાકર ચોકમાં બિરાજમાન બાલા બહુચરમાંને પ્રાચીન પરંપરા મુજબ થરા દરબારગઢના રાજવી પરિવાર દ્વારા થાળ ધરાવવામાં આવ્યો.
થરા દરબારગઢમાં વાજતે-ગાજતે થાળને મંદિર ખાતે લાવી સંધ્યા આરતી બાદ પૂ. મમતામયી માતાજીએ વિધિ વિધાન પૂર્વક થાળ માતાજીને અર્પણ કરી નગરમાં સુખ સમૃદ્ધિ શાંતિની સદા સ્થાપિત રહે તેવી પ્રાર્થના કરી આશીર્વાદ આપ્યા હતા.
લાલભા વાઘેલા,દેવુભા વાઘેલા,પાલીકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,યશપાલસિંહ ટી. વાઘેલા, પ્રતિપાલ સિંહ વાઘેલા, સિધ્ધરાજસિંહ વાઘેલા,દિગ્વિજયસિંહ વાઘેલા, વિરભદ્રસિંહ વાઘેલા, રવિપ્રતાપસિંહ વાઘેલા, મહીરાજ સિંહ વાઘેલા,મયુરસિંહ વાઘેલા, કૃષ્ણપાલસિંહ વાઘેલા, બ્રિજરાજ સિંહ વાઘેલા, દિગ્વિજય સિંહ વાઘેલા સહપરિવાર ધામ-ધૂમથી પુજારી સોમપુરી ગૌસ્વામીએ પૂજા અર્ચના કરાવી હતી. આ પ્રસંગે અચરતલાલ ઠકકર,નિરંજનભાઇ સોની,દિનેશ ભાઈ સોની, નિરંજનભાઇ ઠકકર,ગોવિંદભાઈ પ્રજાપતિ, રમેશભાઈ દરજી, કનુભાઈ ઠકકર, જયંતિભાઈ નારી ખજુમલ તથા સોની વૈષ્ણવ સમાજ જોડાયેલ.