પાલનપુર : ડીસાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં યોજાયો ટેલેન્ટ શૉ
પાલનપુર : ડીસાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે સાતમા ટેલેન્ટ શૉ નું આયોજન કરાયું હતું.જેમાં કેજી થી ધોરણ 12 સુધીના બાળકો અને વિદ્યાર્થીઓએ વિવિધ કૌશલ્ય દર્શાવી તેમજ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા હતા. આપણા દેશનાં સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત થકી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ડીસામાં 7 મો વાર્ષિક ટેલેન્ટ શૉ ઉજવાયો હતો.
જેમાં અઘ્યક્ષ સ્થાને ધારાસભ્ય પ્રવિણ માળી,આર્ચ બીશપ થોમસ મેકવાન, જિલ્લા શિક્ષણ અધિકારી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડા,ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં કે.જી.થી લઈ ધોરણ-12નાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ પર પોતાનું કૌશલ્ય દાખવી સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી .ડીસાના પ્રબુદ્ધ નાગરિકો અને વાલીઓએ કાર્યક્રમને મનભરી માણ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્ય ફાઘર રાજે કરી હતી.
આ પણ વાંચો : થરાદમાં અદ્યતન હોસ્પિટલ અને જી.આઈ.ડી.સી. શરૂ કરાશે : શંકરભાઇ ચૌધરી