પાલનપુર : ડીસાના નવા ધારાસભ્યના સુરત ખાતે પ્રતિકાત્મક વધામણા


પાલનપુર: ડીસા ભાજપમાંથી ચૂંટાયેલા પ્રવીણભાઈ માળીનું બનાસકાંઠા મહિલા મંડળ દ્વારા સુરત ખાતે પ્રતીકાત્મક વધામણા કરી તેમનું સામૈયું અને અભિવાદન કરવામાં આવ્યું હતું.
ડીસામાં જંગી બહુમતીથી ચૂંટાઈને ભાજપના નવા ધારાસભ્ય બનેલા પ્રવીણભાઈ માળીનું હાલમાં ઠેર ઠેર સ્વાગત સન્માન, સામૈયું કરવામાં આવી રહ્યું છે.ત્યારે સુરત ખાતે રહેતા બનાસકાંઠાના મારવાડી પરિવારોની મહિલા દ્વારા સંચાલિત બનાસકાંઠા મહિલા મંડળ સુરત દ્વારા પ્રવીણભાઈ ના વિજય બદલ તેમના સન્માન રૂપે પ્રતિકાત્મક વધામણા કરવામાં આવ્યા હતા.
જેમાં એક બાળકને પ્રવીણભાઈ નું મોહરું પહેરાવી મહિલાઓએ “હર હર મોદી ઘર ઘર મોદી” તેમજ “પ્રવીણભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ”જેવા નારાઓ લગાવી કળશ, જળ દ્વારા વધામણા કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુરતમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. જ્યારે પ્રવીણભાઈ સુરત પધારશે ત્યારે તેમનું ભવ્યાતી ભવ્ય સામૈયુ કરી સ્વાગત કરવામાં આવશે તેમ મહિલાઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :પાલનપુર બનાસકાંઠાના 75 માંથી 52 ઉમેદવારોની ડિપોઝીટ થઈ ડુલ