પાલનપુર: મોડાસામાં ગાયત્રી પરિવાર દ્વારા સ્વામીજીની પ્રતિમાનું કરાયું પૂજન
પાલનપુર: અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વડા ડૉ. પ્રણવ પંડ્યાજી તથા ડૉ. ચિન્મય પંડ્યાજીના આજ વિશેષ વિડિયો સંદેશ સાથે સમગ્ર વિશ્વમાં ગાયત્રી પરિજનો દ્વારા સ્વામીજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી.
સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ઉજવાઈ
સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે ગાયત્રી પરિવાર દ્વારા સ્વામીજીની પ્રતિમાનું કરાયું પૂજન #SwamiVivekanand #SwamiVivekanandJayanti #SwamiVivekanandaJayanti2023 #yuvaDiwas #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/2Tc7GSNk1Q
— Hum Dekhenge News (@humdekhengenews) January 12, 2023
જેના ભાગરુપે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતી પર મોડાસામાં ચાર રસ્તા પાસે સ્વામીજીની પ્રતિમાનું પૂજન કરી ફુલહાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી.
યુવા ઉંમરથી નહીં, કર્મથી કહેવાય: ગાયત્રી પરિવાર
ગાયત્રી પરિવાર યુથ ગૃપ- જીપીવાયજી- મોડાસાના યુવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહી સ્વામિ વિવેકાનંદજીના જીવનના પ્રસંગોને યાદ કરી સમગ્ર યુવાઓને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરી માનવતાની સેવા તથા રાષ્ટ્ર ઉત્થાન માટે વધુ દ્રઢ સંકલ્પિત થવા સંદેશો આપી આહવાન કરવામાં આવ્યું.આ પ્રસંગે મોડાસા જીપીવાયજીના પ્રજ્ઞેશ કંસારા, કિરણ પટેલ, વિરેન્દ્ર સોની, જનક ઉપાધ્યાય, પરેશ ભટ્ટ, જીલ પટેલ, નિતિન સોની, નીલ જોષી, શીવ ઉપાધ્યાય વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીનું ક્યારથી કરવામાં આવે છે ? તમે જાણો છો ?