પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં ઉછાળો, વધુ 12 કેસ નોંધાયા
પાલનપુર: રાજ્ય સરકાર કોરોનાનાં વધી રહેલા કેસો ને લઈને બેઠકો કરી પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. તેની વચ્ચે જ કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે કોરોના ના એક્ટિવ કેસનો આંકડો 34 ઉપર પહોંચ્યો છે. જેમાં વધુ 12 કોરોના કેસ નોંધાયા છે.
જિલ્લામાં કોરોનાના કુલ 34 એક્ટિવ કેસ
ત્યારે થરાદમાં કોરોના ના 8 કેસ, ડીસા – 3, અને અમીરગઢમાં 1 કેસ નોંધાયો છે. જેને લઈને આરોગ્યતંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે.આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ના સેમ્પલ લેવાની પ્રકિયા ઝડપી બનાવવામાં આવી છે. અને કુલ 3748 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં એન્ટીજન ના 1347 અને આરટીપીસીઆરના 2401 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે 34 જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં એક દર્દી ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :બ્લેકમાં વિદેશ જતાં પહેલા ચેતી જજો ! કેનેડા -USની સરહદે છ અજાણ્યા લોકોના મૃતદેહ મળી આવ્યા