જુનિયર ક્લાર્કનું પેપર લીક થતા પાલનપુરમાં વિદ્યાર્થીઓએ કર્યું વિરોધ પ્રદર્શન
પાલનપુર : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા જ પરીક્ષાાર્થીઓમાં ફરી એકવાર નિરાશા વ્યાપી ગઈ છે. તંત્ર દ્વારા આ અંગે સોશિયલ મીડિયા દ્વારા જ પરીક્ષા મોકૂફ રાખવાની જાણ કરવામાં આવી હતી. પરીક્ષા રદ થતાં પરીક્ષાર્થીઓમાં ભારે રોષ ફેલાવવા પામ્યો છે.
આ પણ વાંચો : ભુપેન્દ્ર પટેલ સરકાર પહેલી જ ‘પરીક્ષા’માં નાપાસ, જાણો અત્યારસુધીમાં કેટલી EXAMના પેપર ફૂટ્યા
પરીક્ષાર્થીઓને બસ સ્ટેશનમાં ભાડું રિફંડ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અલગ અલગ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે પરીક્ષા સેન્ટર ખાતે પહોંચેલા છાત્રો ને જ્યારે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાના સમાચાર મળ્યા. ત્યારે પરીક્ષાર્થીઓ ભારે રોષે ભરાયા હતા. અને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પરીક્ષાર્થીઓ વિરોધ કરીને રોડ ઉપર બેસી ગયા હતા. જ્યારે પાલનપુરના રવિ સોનીએ જણાવ્યું હતું કે એસ.ટી. બસ સ્ટેશનમાં રિઝર્વેશન કરાવીને આવેલા પરીક્ષાર્થીઓ મોટી સંખ્યામાં બસ સ્ટેશનમાં પહોંચ્યા છે.
જુનિયર ક્લાર્કનું પેપર લીક થતા પાલનપુરમાં વિદ્યાર્થીઓએ કર્યું વિરોધ પ્રદર્શન#Paperleak #palanpur #juniorclerkexam #juniorclerk #juniorclerkpaperleak #GujaratPaperLeak #Gujarat #Gujaratinews #humdekhengenews pic.twitter.com/OsIH5Ctw6g
— Hum Dekhenge News (@humdekhengenews) January 29, 2023
જ્યાં તેમને બસનું ભાડું રિફંડ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે, પરીક્ષાનું પેપર આ વખતે 22મી વખત ફૂટ્યું છે, જે સરકારની ઘોર નિષ્ફળતા છે. અત્યારે પાલનપુરના બસ સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓના ટોળા એકઠા થયેલા છે.