ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : સેવાભાઈ મિત્રોના સહયોગથી માનપુરીયા સ્કૂલના વિદ્યાર્થીઓએ પહેલીવાર જોયું અંબાજી

Text To Speech
  • બાલારામનો પ્રવાસ પણ રાખવામાં આવ્યો

પાલનપુર : અમીરગઢ તાલુકાની માનપુરીયા પ્રાથમિક શાળા નંબર બે છે. થોડા દિવસ પહેલા સેવાભાવી મિત્રોએ ભોજન પ્રસાદનો કાર્યક્રમ અહીંયા કર્યો હતો. જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીને અહિના સ્ટાફે જણાવ્યું કે, અમારા વિદ્યાર્થીઓએ હજી સુધી અંબાજી નથી દેખ્યું, અંબેમા ના દર્શન કરવાના છે.

જીવ દયા ફાઉન્ડેશન ના સેવાભાવી મિત્રો અને સ્કૂલના શિક્ષક મિત્રોના સહયોગથી માનપુરીયાથી બાલારામ અને અંબાજીનો સરકારી પરમિશન લઈને એક દિવસનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓએ ગબ્બર શક્તિપીઠ પરિક્રમા કરીને અંબેમા ના દર્શને કરીને કુંભારીયા જૈન મંદિર દર્શન કરીને ખુશ થઈ ગયા હતા. બધા વિદ્યાર્થીઓએ બાલારામમાં ભોજન શાળામાં કિરીટભાઈ પટેલ, રાજુભાઈ જોષી ના સહયોગથી ભોજન આપવામાં આવ્યું હતું. સાંજનું ભોજન અંબાજીમાં આપવામાં આવ્યું આવ્યું હતું. વિદ્યાર્થીઓ ના ચહેરા પર આવેલી સ્માઈલ, અઢળક, અનહદ આનંદ મળ્યાનો અહેસાસ જોઈ શકાતો હતો.

આ કાર્યક્રમમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી, ચંદનભાઈ, પરાગભાઈ સ્વામી, હરિભાઈ વિષ્ણુ મહારાજ, દિનેશભાઈ શર્મા, શાળાના આચાર્ય સુકાભાઈ ગમાર અને શિક્ષક રાજેશકુમાર મોદી, જાગૃતિબેન,હેમાંગીની બેન અને મિત્રો સહિત તમામનો શાળા વતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો. આ પ્રવાસનું સંચાલન રાજેશ કુમાર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત પોલીસના નવા વડા તરીકે વિકાસ સહાયના નામ પર મહોર !

Back to top button