પાલનપુર : ડીસા કોલેજના છાત્રોએ BSFના જવાનોને પ્રજાસત્તાક દિને મીઠાઈથી મોં મીઠું કરાવ્યું
- નડાબેટ ઝીરો પોઇન્ટની મુલાકાત લીધી હતી
પાલનપુર : ડીસાની ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. તૃપ્તિ સી. પટેલ દ્વારા આચાર્ય રાજુભાઇ રબારીના માર્ગદર્શનમાં 26 જાન્યુઆરીના રોજ નડાબેટ મુકામે બી. એસ. એફ. ના જવાનો સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કર વાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ગુજરાત બી. એસ. એફ. તથા ગુજરાત ટુરિઝમના સયુંકત ઉપક્રમે આયોજિત ઘ્વજવંદન કાર્યક્રમ, થાર રેલી, રન ફોર યુનિટી , પરેડ તેમજ સન્માન સાથે સૂર્યાસ્ત સમયે ધ્વજને ઉતારવાની પ્રક્રિયા આદિ દરેક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત બી. એસ. એફ. ના વડા સહિત તમામ જવાનોને મીઠાઈ ખવડાવી પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ઝીરો પોઇન્ટની મુલાકાત લઈ ત્યાં પણ જવાનો સાથે વાર્તાલાપ કરી મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ આપી હતી.વિદ્યાર્થીઓએ ટી. પોઇન્ટ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા થતી કામગીરી ને વ્યક્ત કરતું સુંદર મ્યુઝિયમ નિહાળ્યું હતું. તો સાથે સાથે, સૈનિકોની કામગીરી તેમજ એમાં ભરતી થવા માટેની પ્રક્રિયા આદિની ડોક્યુમેન્ટરી નિહાળી હતી. ગુજરાત ટુરિઝમ દ્વારા બપોરે વિદ્યાર્થીઓ તથા સ્ટાફને સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 50 વિદ્યાર્થીઓની સાથે 12 સ્ટાફ મેમ્બર જોડાયા હતા. જેમાં ડો. મિતલ એન .વેકરિયા, પ્રો. દિવ્યા જી. પિલ્લાઈ, પ્રો. નવનીત રાણા, પ્રો .વિશ્વાસ પ્રજાપતિ, પ્રો. અવિનાશ ચૌધરી, પ્રો. પ્રિતુ વસાવા, પ્રો. સેજલ પટેલ, પ્રો. નંદુભાઈ, પ્રો. મહેશભાઈ, ગ્રંથપાલ હેતલ મોદી તેમજ ક્લાર્ક વિષ્ણુભાઈ નાઈએ સહયોગ આપ્યો હતો.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં ખોડીયાર જન્મ જયંતીની ધૂમધામથી ઉજવણી, ભાવિકો માટે 7000 કિલોની બનાવાઈ લાપસી