પાલનપુર: સ્વસ્તિક મહિલા કોલેજ દ્વારા પરીક્ષા આપતા ધોરણ 10 અને 12 ના છાત્રોને તિલક કરી મીઠું કરાવ્યું


પાલનપુર: શ્રીસોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ધોરણ 10 અને 12 ના પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓની તિલક કરી સાકર ખવડાવી પરીક્ષાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગમાં બનાસકાંઠા D.D.O સ્વપ્નશીલ ખરે તથા જિલ્લા શિક્ષણાધિકારી, ગૌરાંગભાઈ, જાગૃતિ મહેતા, અભી ઠાકોર, હર્ષાબેન મહેશ્વરી, તથા સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલ, તમામ વિભાગના આચાર્ય, સ્ટાફ મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી તથા વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી. અને તેઓ કોઈપણ પ્રકારના ડર વગર પરીક્ષા આપે તેવું પણ સમજાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :એશિયાની પ્રથમ મહિલા રેલ-એજિંન પાયલોટ હવે ચલાવશે વંદે ભારત એક્સપ્રેસ, સુરેખા યાદવ આ રૂટ પર રહેશે