પાલનપુર: ડીસા કોલેજના ખેલાડીઓ આર્મી વિભાગમાં અગ્નીવીર તરીકે પસંદ થયા


પાલનપુર: આ વર્ષે ભારત સરકારના આર્મી વિભાગ દ્વારા આયોજિત અગ્નીવીર ભરતીમાં ડીસાની કોલેજના ત્રણ ખેલાડીઓની પસંદગી થવા પામી છે. જેઓ મહારાષ્ટ્ર અને હૈદરાબાદ ખાતે ફરજમાં જોડાયા છે.
ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ના ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે પોતાની સખત મહેનતના કારણે ઉચ્ચકક્ષાનું પરફોર્મન્સ આપ્યું હતું. અને યુનિવર્સિટીમાં પોતાનું નામ રોશન કરતા હોય છે. એમ આ વર્ષે ભારત સરકારના આર્મી વિભાગ દ્વારા આયોજિત અગ્ની વીરની ભરતીયોજાઇ હતી. જેમાં ડીસા કોલેજના ખેલાડી સોલંકી મહેશ હૈદરાબાદ ખાતે તથા પરમાર વિરમ અને સોલંકી કંચન અહમદનગર મહારાષ્ટ્ર ખાતે આર્મીમાં નોકરીમાં જોડાઈને કોલેજનું અને શહેરનું નામ રોશન કરેલ છે. આ ત્રણેય ખેલાડીઓને ડીસા કોલેજના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓએ અને સ્પોર્ટ્સ વિભાગના અધ્યક્ષ ડૉ.આર. ડી. ચૌધરીએ દેશની સેવાઓમાં જોડાવવા બદલ શુભેચ્છાઓ પાઠવી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો :ગ્રીન એનર્જી માર્કેટમાં ભારત અગ્રણી ખેલાડી બનશે : PM મોદી