પાલનપુર: ડીસામાં મોટીવેશનલ સ્પીકર બ્રહ્માકુમાર શક્તિરાજ ભાઈનો મનની વિરાટ શક્તિ પર યોજાયો અધ્યાત્મ સમારંભ
- મનની વિવિધ શક્તિઓથી સશક્ત જીવન માટે પ્રેરણા અપાઈ
- મલ્ટીપ્લેક્ષ થિયેટરમાં ‘આઉટ ઓફ બોડી’ મુવીનો આરંભ
પાલનપુર : ડીસા ખાતે આવેલ બ્રહ્માકુમારીઝના સેવા કેન્દ્ર પર વિશાળ અધ્યાત્મ સમારંભ યોજાયો હતો. જેમાં આબુથી આવેલ પ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર બ્રહ્માકુમાર શક્તિરાજ ભાઈએ મનની વિવિધ શક્તિ દ્વારા સશક્ત, સકારાત્મક અને તનાવ મુક્ત જીવન પર સરળ ભાષામાં પ્રેરણા આપી હતી.
સંસ્થાના સેવા કેન્દ્ર સંચાલિકા બ્રહ્માકુમારી સુરેખાબેન તથા શહેરના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિત વચ્ચે શક્તિરાજભાઈએ જણાવેલ કે, અનેક માનસિક શારીરિક રોગોનું મૂળ તનાવ છે. વિવિધ અવગુણો- ક્રોધ- મોહ- અહંકાર- ઈર્ષા -નફરત શરીરમાં વિવિધ રોગ ઉત્પન્ન કરે છે. જેનું નિવારણ એકગ્ર મન, સ્થિર મન અને મેડીટેશન છે. જેનો જીવનમાં નિયમિત અભ્યાસ સમયની અનિવાર્યતા છે. તેમને બનાવેલ મુવી ‘આઉટ ઓફ બોડી’ નું રાજમંદિર મલ્ટીપ્લેક્ષ ખાતે ઉદઘાટન થયું હતું. જેમાં માનવ મૃત્યુ પછી કયાં જાય છે ? તેનો પરમાત્મા સાથેનો સંબંધ અને કરેલ કર્મ નો કરેલ કર્મનો પ્રશ્ચાતાપ સુંદર રીતે બનાવેલ છે. વિનામૂલ્યે સર્વ મોબાઇલમાં પણ જોઈ શકે છે. આ મુવી સર્વ શ્રેષ્ઠ કર્મ સકારાત્મક અધ્યાત્મ જીવન પરમાત્મા શક્તિ સંપન્ન દિનચર્યા તરફ પ્રેરણા આપે છે.
સંભારંભ માં બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીએ શક્તિરાજ ભાઈનો પરિચય આપેલ તથા બ્રહ્માકુમારી હસુમતીબેને સર્વનું સ્વાગત કરેલ. પોતાના અધ્યક્ષ્રીય પ્રવચનમાં બ્રહ્માકુમારી સુરેખા બહેને જણાવેલ કે, ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગ દ્વારા માનવ માત્રના જીવનમાં અષ્ટ શક્તિ સદગુણો અધ્યાત્મિકતા નો સંચય થાય છે. માનસિક અને શારીરિક રોગોમાં મનની શક્તિને સ્થિર સહજ રાખે છે સુરેખા દીદી એ સર્વને મેડીટેશન કરાવી ગહન શાંતિની અનુભૂતિ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓને કરાવેલ તથા શક્તિરાજભાઈનું મોમેન્ટો-સાલ દ્વારા સન્માન કરયું હતું.
આ પણ વાંચો : પાલનપુર: રોટરી કલબ ડિવાઈન ડીસા દ્વારા સુવર્ણપ્રાશન ફ્રી કેમ્પ,સેલ્ફ મેકઅપ અને સ્કીન કેર કેમ્પ યોજાયો