પાલનપુર : શ્રી ડીસા મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા યોજાયું સ્નેહમિલન
પાલનપુર : ડીસા મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી સ્નેહ મિલન સમારોહ પરસ્પર નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ડીસા નગરપાલિકાના માજી પ્રમુખ પ્રકાશભાઈ ભરતિયા ના પ્રવચન માં સમાજની એકતાનાં દર્શન કરાવ્યા હતા.અને સમાજ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
આ સ્નેહમિલન સમારોહ માં મોઢેશ્વરી બચત અને ધિરાણ સહકારી મંડળી લિ. ડીસાના ચેરમેન વિનોદભાઈ પી. પંચીવાલાએ બહુચરાજી ખાતે નર્મદાબેન ચમનલાલ હેરુવાલા ભવન ખાતે જરૂરિયાત મુજબ બાંકડા મુકવાની જાહેરાત પણ કરી હતી. જ્યારે સમાજ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ કાનુડાવાળા, મંત્રીશ્રી શૈલેષ મહેસુરીયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આજીવન ટ્રસ્ટી દેવચંદભાઈ હેરુવાલા, કનુભાઈ ભરતિયા, ડીસા નગર પાલિકા સદસ્ય જગદીશભાઈ પથ્થરવાળા, નટુભાઈ હેરુવાલા, પીનલભાઈ નાસરીવાળા, ,તેમજ કારોબારીના સભ્યોએ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો : આખરે ગુજરાત સરકારે કોમન સિવિલ કોડ પર લગાવી મહોર, હવે શું હશે પ્રક્રિયા ?