ઉત્તર ગુજરાતગુજરાત
પાલનપુર: ધાનેરાના કુવારલામાં કરિયાણાની દુકાનમાં તસ્કરોનો હાથ ફેરો


પાલનપુર : ધાનેરા તાલુકામાં તસ્કરો છેલ્લા કેટલાક સમયથી બેફામ બન્યા છે. જેમને પોલીસનો જાણે કોઈ ડર જ રહ્યો ન રહ્યો હોય તેમ તસ્કરો ચોરીઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે ધાનેરા તાલુકાના કુવારલા ગામમાં આવેલી એક કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. આ દુકાનમાંથી તસ્કરો કેટલીક રોકડ રકમ અને ચીજ વસ્તુઓ ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા હતા.
જોકે આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. જેના આધારે પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટે આગળની તપાસ શરૂ કરી છે. ચોરીની ઘટનાને અંજામ આપનારા તસ્કરોને કાબુમાં લેવા માટે પોલીસે હવે આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવાની જરૂર છે તેવી પણ સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના 381 કેસ નોંધાયા, કચ્છમાં ફરી 1 મોત થયું