પાલનપુર : ડીસાના જુના ડીસા પાસે બસ ડમ્પરમાં ઘૂસી જતા સાતને ઈજા


- ગાય વચ્ચે આવતા ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારી
પાલનપુર : ડીસા- પાટણ હાઈવે પર જુનાડીસા ફાટક નજીક ગાય વચ્ચે આવતા ડમ્પર ચાલકે બ્રેક મારતા ડમ્પર પાછળ આવતી એસ.ટી.બસ ડમ્પરમાં ઘૂસી જતા બસમાં બેઠેલા સાત મુસાફરોની ઈજા થવા પામી હતી અને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ડીસા – પાટણ હાઇવે પર રવિવારે બપોરના સુમારે જુનાડીસા ફાટક પાસે ડમ્પર પાછળ બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જુનાડીસા તરફ જઈ રહેલા ડમ્પર ચાલકે ગાય વચ્ચે આવતા અચાનક બ્રેક મારી દેતા પાછળ આવી રહેલી પાટણ તરફ જતી એસ.ટી. બસ ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી. જેથી બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી જેમાં સાત મુસાફરોને સારવાર અર્થે 108 વાર મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.
અકસ્માત થતા લોકોના ટોળે ટોળે એકત્ર થયા હતા. જ્યારે રસ્તા પર ટ્રાફિકજામ થઈ જતા ડીસા તાલુકા પોલીસ આવે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.
આ પણ વાંચો : ગુજરાત: આ વિસ્તારમાં શુદ્ધ ગાયના ઘીના નામે નકલી ઘી વેંચતી 60થી વધુ ફેક્ટરીઓ હોવાની શક્યતા