પાલનપુર : ઉત્તર ગુજરાતના સાહિત્યકાર પ્રવીણ જોશીને સંત શ્રી દાસી જીવણ શ્રેષ્ઠ એવોર્ડ
પાલનપુર : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત દલિત સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન બદલ વિવિધ ક્ષેત્રે નામાંકિત સાહિત્યકારોને વિવિધ એવોર્ડ અને સનમાન રાશી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા અર્પણ કરાયો એવોર્ડ
અમદાવાદ ખાતે શહીદ મંગલપાંડે ટાઉનહોલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના જાણીતા સાહિત્યકાર પ્રવિણભાઇ જોશીને ‘અંધારી રાતનાં અજવાળાં’ કૃત્તિ માટે સંત દાસી જીવણ શ્રેષ્ઠ સાહિત્ય કૃત્તિ એવોર્ડ સાથે પ્રસસ્થીપત્ર, શાલ અને પચાસ હજાર સન્માન રાશી આપીને સન્માનિત કર્યા હતા.
તો ધરામાભાઈ શ્રીમાળી ને સંત કબીર એવોર્ડ માટે શાલ, પ્રસસ્થી પત્ર અને એક લાખ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા. તેમને આ પ્રસંગે શુભેચ્છાઓ આપીને ઉપસ્થિત સૌ કોઈએ મનોબળ વધાર્યું હતું. તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : આપ નેતા મનીષ સિસોદિયા ગુજરાત પહોંચતા હુંકાર, હું કોઈથી ડરવાનો નથી