પાલનપુર : ડીસા શહેરમાં ફરતી જીવતા બૉમ્બ જેવી ફટાકડાની રેંકડીઓ
પાલનપુર : ડીસા શહેરમાં દરેક વિસ્તારોમાં વગર લાઇસન્સ ચાલતી દુકાનો લારીઓમાં બિન્દાસ્તથી કોઈ રોકટોક વગર ખુલ્લેઆમ દારૂખાનાનું વેચાણ થઈ રહ્યું છે. દારુખાનાના વેચાણ કરતા અમુક વહેપારીઓ, અને રેંકડી વાળા આકસ્મિક આગ લાગવાની ઘટનામાં આગ બુઝાવવા માટેનું કોઈ સેફ્ટીનું સાધન, પાણી કે માટી ભરેલી ડોલ વગેરે જોવા મળતી નથી. જો અચાનક આગ લાગે તો આગ ઓલવવાના સાધનો ન હોઈ કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ.? તેને લઈને પ્રશ્નો ઉઠ્યા છે.
આ પણ વાંચો : ચૂંટણીમાં પરિવાર વચ્ચે જંગ : પિતા-પુત્રી, સસરા-જમાઈ આમને સામને, ક્યાં થઈ રહી છે રસપ્રદ ઘટના
ખુલ્લેઆમ થઈ રહ્યું છે દારૂખાનાનું વેચાણ
જાણવા મળતી માહિતી મુજબ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ લાયસન્સ અપાયાં નથી. જો અપાયા હોય તો આવી ગેરકાયદેસર ચાલતી દુકાનો,લારીઓ,સ્ટોલ,ડીસા શહેર માં રોજે રોજ ખુલતી જાય છે. ત્યારે તંત્ર દ્વારા આ અંગે તપાસ કરીને આવા લાયસન્સ ના ધરાવતાં વહેપારીઓ સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ તેવી લોકોની માંગણી છે. ફટાકડાના વેચાણ કરતા લાયસન્સ ધારક વહેપારીઓ માટે ખુલ્લી જગ્યામાં સ્ટોલ આપવા માટે વ્યવસ્થા કરવી જોઈએ. જેથી મોટી હોનારત થતી રોકી શકાય.
આ પણ વાંચો : હવે તો હદ થઈ ગઈ! રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યું