ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: રોટરી કલબ ડિવાઈન ડીસા દ્વારા સુવર્ણપ્રાશન ફ્રી કેમ્પ,સેલ્ફ મેકઅપ અને સ્કીન કેર કેમ્પ યોજાયો

Text To Speech

પાલનપુર:  રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા કાયમી પણે ચાલતા “સુવર્ણપ્રાશન પ્રોજેક્ટ “પુષ્યનક્ષત્ર નાં દિવસે રોટરી ડિવાઈન હૉલ, ડો.હિરેન પટેલની હોસ્પિટલ ખાતે આવેલ ડીસામાં આયોજન કરવામાં આવ્યો હતો . જેમાં જન્મથી લઈ ને 12 વર્ષ સુધીનાં બાળકો ને સુવર્ણપ્રાશન ના ટીંપા પીવડાવવામાં આવ્યા .


સુવર્ણપ્રાશન આયુર્વેદમાં વર્ણવેલ એક સંસ્કાર છે. જે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. બાળકના શારીરિક- માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. આ પ્રોજેક્ટના દાતા અને પ્રોજેક્ટ ચેરમેન ડૉ. અવનીબેન ઠક્કર હતા. જેમાં રોટેરિયન અલ્પાબેન હાજર રહ્યા હતા. આ કેમ્પમાં 70 બાળકો એ લાભ લીધો હતો .જ્યારે રોટરી ક્લબ ડીવાઈન ડીસા અને દિવા સલૂન એકેડેમી દ્વારા વુમન્સ ડે નિમિત્તે “સેલ્ફ મેકઅપ “અને “ સ્કીન કેર “ ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં બ્યુટીશ્યન ફાલ્ગુનીબેન ઠક્કર દ્વારા સ્કીનકેર માટેની ટીપ્સ અને સેલ્ફ મેકઅપ કરતા શીખવી માર્ગદર્શન આપ્યું હતું.

 

આ કેમ્પ માં 22 મહિલાઓને ભાગ લીધેલો હતો. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ, પ્રમુખ ડૉ.બિનલબેન માળી, મંત્રી હિનલબેન અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન ફાલ્ગુનીબેન ઠક્કર, ડો.વર્ષાબેન, ડો.અવનીબેન ધર્મિષ્ઠાબેન, ડો. જીગીશાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને ચેહરાના સુંદર દેખાવ માટેની ટીપ્સ લીધી લઈ કાર્યક્રને સફળ બનાવ્યો હતો.

આ પણ વાંચો : પાલનપુરના યુવાનોએ માઉન્ટ આબુના અરણી કોઠીની ગુફાઓ અને ગૌમુખ પોઇન્ટ ખાતે ટ્રેકિંગ યોજ્યું

Back to top button