પાલનપુર: રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા દર્દીઓને સાંભળવાના મશીન, તો બાળકોને કપડાં કરાયા વિતરણ
પાલનપુર: રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા અનેક સેવાના કાર્યો થાય છે. જેમાં ફ્રી બહેરાશ નિદાન કેમ્પ અને ઓડિયોમેટ્રી તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સાંભળવાનું મશીન (હિયરીંગ) તદ્દન ફ્રીમાં આપવામાં આવ્યું હતું. જેના દાતા ઈશાનભાઇ,સંતોષબેન અગ્રવાલ, દેવીદાસભાઈ અને દિનેશભાઈ કચ્છવા (CA) હતા.
આ કેમ્પમાં ફ્રી સેવા ડૉ. બિનલબેન માળી દ્વારા આપવામાં આવી હતી. જેમાં 170 દર્દીઓની તપાસ કરવામાં આવી અને 120 જેટલા દર્દીઓની ઓડીયોમેટ્રી તપાસ કરવામાં આવી હતી. આમતો જેનો ચાર્જ 400 રુપિયા હોય છે. કેમ્પમાં 80 સાંભળવાના મશીન ફ્રીમાં આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડો.રીટાબેન પટેલ મંત્રી હિનલબેન અગ્રવાલ ડો.અવનીબેન,કાંતાબેન, અલ્પાબેન,ડૉ.અંકિતભાઈ માળી તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. અને સેવા આપી હતી. આ કાર્યક્રમ વિહાન હોસ્પિટલ ખાતે યોજાવામાં આવ્યો હતો.
જ્યારે આ સંસ્થા દ્વારા ઠંડીમાં બાળકોને કપડા વિતરણ કરવામાં આવ્યા હતા. નવા વર્ષ માં “આશાકિરણ” સ્કૂલના 20 જેટલા બાળકોને સ્કૂલબેગ અને નવા કપડા નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના દાતા ફાલ્ગુનીબેન ઠક્કર હતા. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ, પ્રમુખ ડૉ. બિનલબેન માળી, મંત્રી હિનલબેન અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન ફાલ્ગુનીબેન ઠક્કર,વર્ષાબેન,કાંતાબેન ધર્મિષ્ઠાબેન,અલ્પાબેન, અરુણાબેન,દીપિકાબેન , અભિલાષાબેન,નિમાબેન અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. અને વિચરતીજાતિના બાળકોને ખૂબ ખુશ જોઈને આનંદપૂર્વક સંતોષ થયો હતો.
આ પણ વાંચો :ભારતીય ટીમ માટે આ બોલર બની શકે છે ‘બુમરાહ’નો બેકઅપ : શું ODI વર્લ્ડ કપમાં મળશે જગ્યા ?