ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: થરાદમાં રામજી મંદિરનો પુન: પ્રાણ પ્રતિષ્ઠામહોત્સવ, અયોધ્યાપુરમ્ થી નીકળી ભવ્ય શોભયાત્રા

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે રામજી મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. જેમાં મહોત્સવના પ્રથમ દિવસે થરાદ નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. અને નગરમાં “જય શ્રી રામ”ના નાદ સાથે નગર ગુંજી રહ્યું હતું. દરમિયાન ભાવિકો પણ તેમાં મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા હતા.

જય શ્રી રામના જય ઘોષ સાથે હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા

રામજી મંદિર-humdekhengenews

 

રામજી મંદિર-humdekhengenews

ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા અયોધ્યાપુરમ્ થી નીકળીને રોકડીયા હનુમાન, જુના આરટીઓ,થરાદ ચાર રસ્તા ,સ્વામી વિવેકાનંદ ચોક, માર્કેટ ત્રણ રસ્તા થઈને નિજ અયોધ્યાપુરમ્ ખાતે પહોંચી હતી.

આ શોભાયાત્રામાં વિવિધ દેવી – દેવતાઓની પ્રતિકૃતિઓ પણ સામેલ કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં શણગારેલા હાથી, ઘોડા, પાલખી સહિત વિવિધ કરતબો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

રામજી મંદિર-humdekhengenews

 

ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં કુમારિકાઓ માથા ઉપર કળશ અને જવેરા સાથે જોડાઈ હતી. જ્યારે વિવિધ ચઢાવાનો લાભ લેનાર દાતાઓ અને તેમનો પરિવાર શણગારેલા રથમાં શ્રી રામની છબી લઈને બેઠા હતા. જ્યારે સમગ્ર ગામના નિર્ધારિત રૂટ પર નીકળેલી શોભાયાત્રામાં યુવાનો પણ ડીજેના તાલે ઝુમી ઉઠ્યા હતા.

આ દરમિયાન સમગ્ર નગર શ્રી રામના ભકિતમય માહોલમાં રંગાયું હતું. ત્રણ દિવસ ચાલનારા કાર્યક્રમમાં આજુબાજુના ગામના અને બહારગામથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. આ માટે દરેક સમાજ અને એસોસિએશનને આમંત્રણ પત્રિકાઓ આપવામાં આવી છે.જ્યારે મોટો સંખ્યામાં સાધુ સંતો પણ ઉપસ્થિતિ રહેશે.

આ પણ વાંચો :રામનવમી આજે રાતથી શરૂઃ વર્ષો બાદ બન્યો શુભ સંયોગ

Back to top button