ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

પાલનપુર : ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી પંચના અધિકારીઓની લાલ આંખ

Text To Speech
  • વિવાદાસ્પદ નિવેદન કરનારા દાંતા ભાજપ ના ઉમેદવાર સામે ફરિયાદ

પાલનપુર : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. 5 ડિસેમ્બર-2022ના રોજ યોજાનાર છે. ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ આ ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંત માહોલમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લાની 10- દાંતા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર લાધુભાઇ ચાંદાભાઇ પારઘીએ તેમના મતવિસ્તારમાં તા.26 નવેમ્બર-2022ના રોજ કણબીયાવાસમાં હાઇવે રોડની બાજુમાં બપોરના સમયે પ્રચાર દરમ્યાન નિવેદન કરેલ કે મારીબેન ઇંગ્લીશ દારૂ વેચતી હોય ને પકડે… કોઇ હવે ખુણામાં દારૂ નહીં વેચવાનો…. ટોપલામાં દારૂ વેચાવું જેવું નિવેદન કરી મતદારોને સીધી કે આડકરતી રીતે પ્રલોભન આપવાના ઉદ્દેશથી નિવેદન કરી ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરી ગુનો કરતા તેમની સામે દાંતા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર હર્ષાબેન રાવલે દાંતા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ-171(બી) તથા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-123(ખ) મુજબ ફરીયાદ નોંધાવી છે.

ભાજપના ઉમેદવારનું ઉપરોક્ત નિવેદન સોશિયલ મિડીયામાં વાયરલ થતાં 10- દાંતા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દાંતાએ વિડીયો સી.ડી. સાથે ફરીયાદ દાખલ કરવા હુકમ કરતા ભાજપના ઉમેદવાર લાધુભાઇ ચાંદાભાઇ પારઘી સામે ચૂંટણી આદર્શ આચારસંહિતા ભંગની ફરીયાદ દાખલ થઇ છે.બનાસકાંઠા જિલ્લામાં મતદારોને પ્રલોભન આપતો આ પ્રકારનો વિડીયો વાયરલ થતા જિલ્લામાં ચૂંટણી લડતા કોઈ ઉમેદવાર સામે ફરિયાદ દાખલ થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે.

આ પણ વાંચો : Vote માટે નોટ, ભાજપના ખેસ પહેરીને લોકોને પૈસાની વહેંચણી, જાણો શું છે સત્ય ?

Back to top button