પાલનપુર : સ્વસ્તિક મહિલા કોલેજમાં એઇડ્સ જાગૃતિને લઇ યોજાઇ રંગોલી સ્પર્ધા
પાલનપુર : એઈડ્સના ટૂંકા નામે ઓળખાતા આ રોગનું અંગ્રેજી નામ Acquired Immunodeficiency syndrome છે. જેને ગુજરાતી માં ઉપાર્જિત રોગપ્રતિકારક ઊણપ લક્ષણ અથવા ઉપાર્જિત પ્રતિકાર ઉણપ લક્ષણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. આ એક માનવના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરતો રોગ છે. જે HIV વાયરસ જવાબદાર છે. HIV વાયરસ નું અંગ્રેજી નામ Human Immunodeficiency વાયરસ છે. જેને ગુજરાતીમાં માનવ રોગ પ્રતિકાર ઉણપ વાયરસ તરીકે ભાષાંતરિત કરી શકીએ. આ રોગ ઉત્તરોતર શરીરની પ્રતિકાર શક્તિ ઘટાડે છે, જેથી રોગગ્રસ્ત વ્યક્તિને ચેપ લાગવાની અને ગાંઠ થવાની શક્યતા વધી જાય છે. એચઆઇવીનો ફેલાવો સ્તર કે રુધિર પ્રવાહના રોગગ્રસ્ત શારીરિક સ્ત્રાવના સીધા સંપર્કમાં આવવાથી થાય છે.
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એઇડ્સ જાગૃતિ નિમિત્તે રંગોળી સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ નિમિત્તે વસંતભાઈ લિંબાચીયા (ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર જિલ્લા એઇડ્સ ) પ્રવીણભાઈ પરમાર (પ્રોજેક્ટ મેનેજર) પ્રકાશભાઈ પ્રજાપતિ, સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના આગેવાન પ્રમુખ રમેશભાઈ પટેલ, સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના આચાર્ય મણીભાઈ મેવાડા, મહેન્દ્રભાઈ પંચાલ , સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલ નેહલબેન પરમાર, કોલેજની તમામ અધ્યાપિકાબેન તથા તમામ દીકરીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વસંતભાઈ લીંબાસીયા તથા પ્રવીણભાઈ પરમાર દ્વારા એઇડ્સ ( HIV) વિશેની જાણકારી દીકરીઓને આપી હતી. આ તમામ કાર્યક્રમનું માર્ગદર્શન સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના આગેવાન પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : પાલનપુર : યુવતી પાસે ફોન કરાવી યુવકને બોલાવ્યો, માર મારી અપહરણ કર્યું, નગ્ન વિડીયો ઉતારી છોડી મૂક્યો